પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૭૩
 

છે. નવલકથામાં નાયકપદે હોવા છતાંય અર્ધ ઉપરાંતના કથાપ્રવાહ દેખાતો હેમરાજ હિંદુ-મુસ્લિમ ઐક્યનું સ્વપ્ન આંખમાં આંજીને ફરે છે.શેરશાહ તરફથી પ્રીતિએ એના મનમાં એક ભાવના જગાડી છે અને તે એ કે હિંદને ઘર કરી રહેનાર કોઈ પરદેશી નહિ ! બધા દેશી ! દેશી અને પરદેશીના ભેદ મટાડવા હોય તો લોહીના સંબંધ બાંધ્યેથી જ મટી શકે તો જ દિન દહાડે ઊઠતાં રાજકીય તોફાનો શાંત થઈ શકે. એટલા માટે જ શુર વંશની શાહજાદી સાથે લગ્ન કરવાની, અને એ દ્વારા ધર્મની તથા એકતાની ગાંઠ મજબૂત બનાવવાની ખ્વાહેશ વ્યક્ત કરે છે. એની આ વાત હિંદ અને મુસ્લિમ બંને ધર્મના લોકોના ચિત્તમાં અનેક પ્રકારના વંટોળ ઊભા કરે છે. ખુદ હેમુના પિતા રાજપાળને પણ આ વાત રુચતી નથી. ધર્મ અને પંથનો જે જ્વાળામુખી સદા માનવચિત્તમાં સળગતો રહ્યો છે અને બુઝાવવાની પોતાના પુત્રે ભીડેલી આ હામ રાજપાળને પુત્ર માટે અનિષ્ટકર ભાસે છે. હેમુને હૃદયથી ચાહતાં પિતા અને પત્ની કુંદનદેવી આ ઘટનાને કારણે વતનમાં જતાં રહે છે.

પોતાને હૃદયથી ચાહતા છતાં પોતાના અંતરથી ભાવનાઓને ન સમજી શકતા પિતા અને પત્ની પાસેથી વિખૂટા પડેલા હેમરાજના અંતરની વ્યથા ‘સુખી કે દુઃખી’ પ્રકરણમાં સુંદર રીતે ઊપસી છે. બહારથી વૈભવી જણાતા રાજ્યપદના આકરા સંતાપ એમાં લેખકે હેમુ-મુખે વર્ણવ્યા છે.

બાવીસ યુદ્ધોના વિજેતા હેમુ માટે કોઈ પણ યુદ્ધ જીતવું રમત વાત હતી. એની શૂરવીરતા, યુદ્ધકુશળતા ગજબનાક હતી. પણ વધુ પડતા આત્મવિશ્વાસે તેની સાવધતાને ઘટાડી હતી. વળી તેના સૈન્યમાં પણ શૈરશાહી સૈન્યમાં જે કવાયતીપણું, શિસ્ત અને જાનફેસાની માટેની તૈયારી જોઈએ એનો અભાવ હતો. સંખ્યાબળ જેટલું મોટું બન્યું હતું એટલું સત્ત્વબળ નહોતું. સતત યુદ્ધો પાછળ જ રચ્યાપચ્યા રહેવાને કારણે રાજ્યમાં વહીવટી ક્ષમતા હેમુ જાળવી શક્યો નહોતો. વળી એના લશ્કરમાં હિંદુ, મુસ્લિમ અને બીજી પણ જાતિના સૈનિકો હતા. આ બધા જ સૈનિકોમાં હેમુ તરફ પ્રેમ જરૂર હતો, પણ એ સૌમાં અડગ મનોબળનો અભાવ હતો. આ જ કારણે મોગલ સેનાપતિ બહેરામખાં જ્યારે કેટલાક મુસ્લિમ ધર્મવડાઓને છૂપી રીતે હેમુના લશ્કરમાં મોકલી ઇમાન વિરુદ્ધ ભડકાવે છે, ત્યારે એક