આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાવ્યની મોહિની જીવનદ્રોહિની ન બનવી ઘટે... મગધનું સૈન્ય દિનપ્રતિદિન અપ્રતિમ બનતું જતું હોય પછી દિવસરાત ભલે કાવ્યચર્ચાનો ધોધ વહે.' સર્જનાત્મક સાહિત્યમાં રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રહિતની જિકર કરનાર જયભિખ્ખુ રાષ્ટ્ર માટે સર્વસ્વ હોમી દેનાર રાષ્ટ્રભક્તના ચરિત્રને પ્રજા સમક્ષ મૂકે ત્યારે એમની નિસબત તો રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉજાગર કરવાની જ હોય. રાષ્ટ્ર માટે ફના થનાર વ્યક્તિઓનું ચરિત્રાલેખન એમની વિશિષ્ટતા હતી. એ આલેખનને અનુરૂપ શેર-શાયરી મૂકતા તે પણ વાચકોનું એક આકર્ષણ હતું. દર અઠવાડિયે કૉલમમાં શું આવશે તેની વાચકોને પ્રતીક્ષા રહેતી. એમના લેખન સંદર્ભે રમણલાલ સોનીએ લખ્યું છે : 'જયભિખ્ખુની ભાષાનું ઝરણું પહાડથી ફૂટતી ગંગોત્રીની પેઠે પહેલાં પાતળા રૂપેરી પ્રવાહની પેઠે ફૂટે છે, અને ધીરે ધીરે આગળ વધી વેગ તથા વિસ્તાર ધારણ કરે છે. અને એમાં વાચકને તાણી જઈને નવીન ભૂમિ પર લઈ જઈ ખડો કરી દે છે – આસપાસનું સુંદર દૃશ્ય, ખુશબોદાર હવા અને મંદ પવનની લહેરીઓ એને મુગ્ધ કરી રાખે છે.'

વિવિધ સામયિકોમાં લખવાનું શરૂ કર્યું તેની સમાન્તરે જયભિખ્ખુએ નવલકથાનું લેખન પણ કરીને અલગ વાચકવર્ગ ઊભો કર્યો હતો. એમની

ભારત સરકાર તરફથી મળેલા પારિતોષિક અંગે ચંદ્રનગર સોસાયટીમાં યોજાયેલ અભિવાદન સમારોહમાં વક્તવ્ય આપતા જયભિખ્ખુ

જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૨૦