પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૭ ]






વિનોદ–મૂર્તિ

મહર્ષિજીનો પડાવ જ્યારે કાશીમાં હતો, ત્યારે ત્યાંના પંડિતોએ ઠરાવ કર્યો કે કોઇએ એ પાપીની પાસે ન જવું; એનું મ્હોં પણ ન જોવું !

એક મહામહોપાધ્યાયજીને એવો ગર્વ રહ્યો હતો કે જો મારી સાથે વાદવિવાદ થાય તો હું તો એ દુષ્ટને સીધો કરી નાખું ! પરંતુ સ્વામીજીનું મ્હોં જોવાથી તો પોતાને પાપ લાગે ! તેથી એ બાપડા પંડિત સ્વામીજીની પાસે જઇ શકતા નહિ. આખરે મ્હોં જોવું જ ન પડે અને વિવાદ થઇ શકે તેવી યુક્તિ એમને એકાએક સુઝી ગઇ: યુક્તિ એ કે એક દિવસ રાત્રિએ અંધારામાં સ્વામીજી પાસે આવીને પંડિતજી ચર્ચાનું આહ્વાન દેવા લાગ્યા. એણે શર્ત મુકી કે 'હું આ છરી લાવ્યો છું. આપણામાંથી શાસ્ત્રાર્થમાં જે હારે તેનાં નાક-કાન એ વડે કાપી નાખવાં.'

હસીને સ્વામીજી બોલ્યા, પંડિતજી, મારી પણ એક શર્ત છે: આ ચપ્પુ પણ રાખીએ, આપણામાંથી જે હારે તેની