પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું અને આજ સુધીમાં મહર્ષિ પ્રણીત વેદના સિદ્ધાંતોને પ્રતિપાદન કરનારાં અનેક નાના તેમજ મુખ્ય ગ્રંથો જેવા કે સત્યાર્થ પ્રકાશ, ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા અને સંસ્કાર વિધિ, સભાના પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. સત્યાર્થ પ્રકાશની તો સસ્તી આવૃત્તિ ૨૧ હજાર પ્રત છાપીને પાણીના મુલ્યે જનતાને ભેટ ધરી હતી. પરંતુ એક વસ્તુ કે જેના અપ્રકાશન માટે દીલગીરી થાય છે તે સ્વામીજીના જીવન ચરિત્રને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ ન થઈ શક્યું તે છે. હિંદી ભાષામાં સ્વામીજીના જીવન ચરિત્ર માટે ત્રણ પુસ્તકો લખાયાં છે. પ્રથમ પ્રયાસ પં. લેખરામે કર્યો હતો, તે પછી સ્વામી સત્યાનંદ મહારાજે “દયાનન્દ પ્રકાશ" નામનું પુસ્તક પ્રસિદ્ધ કરી સ્વામીજી પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રદર્શિત કરી છે, અને છેલ્લું શ્રી. બાબુ દેવેન્દ્રનાથ મુખોપાધ્યાયે તૈયાર કરેલી સામગ્રી ઉપરથી શ્રી. ૫ં. ઘાસીરામે અનુવાદ કર્યો તે સ્વામીજીનું જીવન ચરિત્ર સંવત ૧૯૯૦માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એ સર્વ સાધનો ઉપરથી ગુજરાતી ભાષામાં સ્વામીજીનું વિસ્તૃત જીવન ચરિત્ર લખાવી પ્રસિદ્ધ કરવાનું કાર્ય સભામાં વિચારવામાં અાવ્યું હતું અને તે માટેની યોજના આર્યપ્રકાશમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ થાય તે પૂર્વે તે પશ્ચિમી પ્રજાઓનું આસુરી યુધ્ધ શરૂ થયું જેમાં સમસ્ત સંસારના સર્વ દેશો ને ઇચ્છા-અનિચ્છાએ પણ સામેલ થવું પડ્યું છે. ભારતવર્ષ પણ તેનાથી વંચિત રહ્યો નથી. આજે આ હત્યાકાંડ પરમ સીમાએ પહોંચ્યો છે, તેથી વ્યવહારની સર્વ ચીજોના ભાવો અનેક ગણા વધી પડ્યા છે. કાગળોના ભાવ પણ આઠ-દશ ગણા થઈ ગયા છે. એવા સમયમાં પણ આ પુસ્તકનું પ્રકાશન કરવાનું યોગ્ય ધાર્યું છે, કારણ કે ઉપર જણાવેલ સ્વામીજીના વિસ્તૃત જીવન ચરિત્રને પ્રસિદ્ધ