પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમરાંગણે
(૧)

હરદ્વારના આઘાત પછી, એકાદ વર્ષ હિમાલયની ગુફામાં યોગ સાધીને, મુખ ઉપર નવી જ કાન્તિ લઇને, દંડધારી દયાનન્દ સરસ્વતી પાછા સતનું યુદ્ધ લડવા દુનિયા તરફ વળ્યા. એમણે એમના સિદ્ધાન્તના પ્રચાર માટે પોતાને માટે નીચે મુજબ ત્રિવિધ કાર્યક્રમ યોજ્યો:

(૧) ધર્મને નામે ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને ખોટા સિદ્ધાન્તોનો વિરોધ કરવા ભાષણો, વ્યાખ્યાનો અને વિવાદો મારફત વિશેષ જોરદાર બળવો જગાવવો.

(ર) વેદધર્મના કાર્યને પોતાનું કરી, તેના પ્રચાર પાછળ જીવન સમર્પનારા યુવકો તૈયાર થાય અને વેદધર્મનો ધ્વજ ગગનમાં અવિચળ ફરકતો રહે એ હેતુથી ગુરૂકુળ અને વિદ્યાલયો સ્થાપવાં.

(૩) વેદધર્મ શું છે એ લોકો સરળતાથી સમજે એટલા માટે વેદધર્મનું સાહિત્ય મોટા પ્રમાણમાં તૈયાર કરવું. લોક