આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાચબા-કાચબીનું ભજન

કાચબો કાચબી સમુદ્રમાં રહેતાં, લેતાં હુરિનું નામ,
પાપીએ આવીને પાસલો નાંખ્યો, જાળીડે નાંખી જાળ ;
જનાવર જીવતાં ઝાલ્યાં રે, લેઇ આધરણમાં ઓર્યાં રે. ટેક.

સાહેર મધ્યે તો સુખીયાં હતાં, આનંદ હતેા અમાપ,
ઠેલી ઠેલીને ઠામમાં ઘાલ્યાં, નીચે કીધો તાપ;
આપે એ બળવા લાગાંરે, સાહેર મેલી શીદને ભાગાંરે— કાચબો. ૧

કાચબો કહેછે કાચીને તું, રાખને ધારણ ધીર,
આપણને ઉગારશે વાલો, જુગતે જાદવવીર ;
ચિંતા મેલી શરણે આવેારે, મરવાને નહીંદે માવોરે.— કાચબો. ૨

વારતીતી તે સમે શ્યા વાસ્તે, મારૂં કશું ન માન્યું કેણ,