આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ 33 ] કીડીને કણ ને હાથીને મણુ, પરમેશ્વર આપી રહે. કાણુ વસ્યું ને કાણુ વસે, ધરતી બેઠી હસે. ધાનનું માર્યું નીચુ જુએ, ડાંગનું માર્યું ઉંચું જુએ. મુખમૈં રામ, અગલમે છૂરી; ભગત થયા પણ દાનત ખૂરી. માંડ અસવાર ને મોડા ચડે, માંડ કમાઉ ને મેાડેા ઉઠે. લાભે લક્ષણ સઘળાં ધૂળ, લેાભ પાપ સઘળાનું મૂળ. 33