આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨ ]

કલમની પીંછીથી




બાંવડા ઉપર તે ગોટલા બાઝેલા પગની પીંડીએા તે જાણે લોઢાની. ગોવો ઘડીક હાથમાં પાવડો લે અને કોલસા નાખે. ગોવો ઘડીક હાથમાં હથેાડો લે અને લોઢું ટીપે. ઘડીકમાં એન્જીન ઉપર આંટો મારે અને અહીંતહીં તેલ પૂરે, પસીનો લૂછતો જાય અને ધમ ધમ ચાલતો જાય. કેકુકાકા તો હુકમ કરી જાણે. એની જીભ હાલે અને ગોવાના હાથ પગ હાલે. સાંજ પડે ત્યાં તો ગોવો કેટલુંયે કામ કરી નાંખે.

ગોવાને મારા બાપા એાળખતા. બાપા કહેશે: “કાં ગોવા, કેમ ચાલે છે?' હસીને ગોવો કહેતો: 'એ બાપા તમ પરતાપે લ્હેર છે !' ગોવો વધારે વાત કરવાયે ન રોકાય ને કામે જાય.

મને થયું, આ હાટડીમાં બેઠેલો ગેાવો ફીટર ખરો, પણ તે દિ'નો ગાવો ફીટર અને આજનો ગોવો ફીટરમાં લાખ ગાડાનો ફેર. મને થયું, કયાં એ ફીટરનું શરીર અને કયાં આ ડોસાનું શરીર !

મેં પૂછયું : 'કાં ગોવા ફીટર કેમ છો ?' આંખ તાણીને ગોવાએ મારી સામે જોયું. ધારી ધારીને જોઈને કહે: 'તમે કે ભાઈ, ભગવાનદાદાના દીકરા