આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિઠલો વેઢાળો

[ ૧૭ ]



બાપ, મારો પંડ તો આજ છે ને કાલ નથી પણ તારા બાપાને રસ્તે હાલ્યો જાજે. જોજે, કોઈ કામનો ચેાર થઈશ નહિ.”

વિઠલો આ બધું સાંભળતો અને મરચું ને રોટલો ખાતો જતો.

ડોશી તો મરી ગયાં ને વિઠલો એકલો રહ્યો. વિઠલો જુવાનજોધ થયો હતો. રોટલો ખાધેલો પણ એનાં કાંઈ બાંવડા ! અને એનું કાંઈ બળ ! પણ એવો બળીઓ વિઠલો એવો તો શોભે કે વાત કરો મા.

વિઠલો સવારે વહેલો ઊઠે. મોતીતળાવે નાહી આવે. શંકરને પાણી ચડાવે. ટાઢો રોટલો ને મરચું ખાઈ લે ને પછી લોઢાં લઈ બંધ બેસરાણે બેસે.

'કાં વિઠલા, વેઢા ફાડવા આવવું છે કે ? નકરા વેઢા છે.'

વિઠલો કહેશે : “વેઢા ને બેઢાં, જે કહો તે ફાડી આપું"

“વિઠલા, ત્રણ આના મળશે ત્રણ આના.”