આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિઠલો વેઢાળો

[ ૧૯ ]




છીણીની માથે હથોડા પડે તો જાણે લોઢું તૂટી જશે. અને હાથમાં જોર એવું કે ઘા આઘો પાછો ગયો તે ભેાંમાં પા હાથ ખાડો પડી જાય.

પણ વિઠલાના આવાં જોર કેટલા દિ' ચાલવાનાં ? આટલી મહેનત પાછળ ખાવાનું તો કે રોટલો ને મરચું, શાક ને છાશ, ઘી દૂધનું તો વિઠલાથી નામ ન લેવાય. વાર પરબે ભાળે ઈ ભાળે. મોટી વખારોની વખાર વિઠલો લાકડા ફાડીને ભરીદે ને લાકડાવાળો હજારો કમાય પણ વિઠલાના તો છ કે આઠ આના બ્રહ્માએ લખ્યા એ લખ્યા. બ્રહ્મા પણ જબરો !

વિઠલો એવડો ને એવડો થોડોક રહે છે ? જુવાનમાંથી આધેડ અને આધેડમાંથી ઘરડો થયો તોયે વિઠલો લાકડાના વેઢા ફાંડે છે. એના જેવો બીજો કોઈ વેઢા ફાડી જાણે નહિ. ઘરડો વિઠલો - દમ લેતો વિઠલો – એ પેલી છાપરી નીચે નીચે વેઢા ફાડે. હમણાં તે થાક ખાવા બેસશે. હોકલી પીશે ને વળી પાછો ખોં ખેાં કરતો લાકડા ફાડવા માંડશે. હવે તો એનો હાથ પાતળો પડી ગયો