આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૮ ]

કલમની પીછીથી



જરાક આઘાં જાય ને પાછું વળીને જોયે. જરાક વાંસે રહી જાય તો હડી કાઢીને કાના ભેળાં થાય.

સવાર થાય, હાર ઢોર ચરે ને કાનો પાવો વગાડે. ઢોર ચરતાં જાય અને વાંસળી સાંભળતાં જાય. વાંસળી જરાક બંધ થાય કે ઢોર ઊંચી ડોક કરીને જૂએ. કાનો ક્યાં ગયો ? વાંસળી કેમ નથી વાગતી ?

બપોર થાય ને ઢોર વડ હેઠે આવે. તાજા મજાના શીળા નીચે ઢોર બેસે ને બેઠાં બેઠાં વાગોળે. નાનાં વાછડાં આમતેમ કૂદે ને ગળાની ટોકરી ટન્ ટન્ થાય. નાનાં પાડરું એમતેમ ઠેકે ને કુણું કુણું રણકે. કાનો વડને થડ આડે પડખે થાય ને અને બેચાર મીઠાં ઝોલાં ખાય.

ત્યાં તો સાંજ પડવા આવે અને કાનો હાકોટા કરે. ધણ આખું ઊભું થાય ને ગામ ભણી હાલી નીકળે. મોઢા આગળ ધણ અને વાંસે કાનો. કાનાને ઊંચી એડીવાળા જોડા, બોરિયાવાળો લફલફીઓ ચોરણો ને ચેણવાળું કેડીયું અને જમણે ખભે ડાંગ. ઢોરનો ધણી, સીમના સિંહ જેવો રબારી, સૂરજ આથમે ઘેર આવીને ખાટલી ઢાળીને હેઠો બેસે. પુની રબારણ ગાયો ભેંસોને દોહી ને દૂધનાં બોઘડાં ઘરમાં મૂકે.