આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રત્નો ભાંડ

[ ૩૮ ]



ભારે ગમ્મત થઈ. અમે નદીએ બેડાં ઉટકી પાણી ભરતા'તાં ત્યાં એક બીબી આવી ને એ પણ બેડું ઉટકવા લાગી. અસલ બીબી જેવી જ બીબી. પગમાં ચારણી, ડીલે અંગરખો ને નાકે વાળી. અમને થયું આ ગામમાં તો મુસલમાન નથી ને આ બીબી કયાંથી ? ત્યાં તો બીબીએ ઝટ લઈને અમારા ગાળેલા વીરડામાં છાલિયું બેાળ્યું ને પાણી ભર્યું. અમે તો જોઈ જ રહ્યા. અમે કંઈક કહેવા જઈએ ત્યાં તો બીબી લાંબા હાથ કરીને બાઝવા ને પોતાના ઘડાનું પાણી અમારા ઘડા ઉપર નાખવા લાગી. અમે એક ભાઈને સાદ કર્યો ત્યાં તો મોઢામાંથી બે દાંત કાઢ્યા ને ખડખડ હસવા લાગી. અમે તુરત એને ઓળખી ગયાં. અમે કીધું: 'એય, આ તો રત્નો ભાંડ. રોયાને બીબીનો વેષ પણ અસલ આવડે છે.'

પાસે બેઠેલા બાપુએ કહ્યું: “અરે, રત્નો તો અસલ ભાંડ છે. એકવાર એણે ભારે કરેલી. દશેરાનો દિવસ હતો અને દરબારમાં કચેરી ભરાએલી. ગવૈયો ગાતો હતેા. વાહર ઢોળવાવાળા દરબારને વાહર ઢોળતા