આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૦૧
 

નહિ, તો બીજાઓની પાસે પણ સુધરાવવા કલાપી ઉત્સુક હતા એટલું તો આ પત્ર ઉપરથી ચોક્કસ કહી શકાય.

જુઓ 'હમીરજી ગોહિલ' વિશે કલાપીનો પત્ર :

'હમીરજીના બે સર્ગ વાંચ્યા. મને બહુ સારી મદદ મળી છે. ખરું જોતાં આપ જ મને કાવ્ય લખી આપો છો. બીજા સર્ગો માટે રાહ જોઈશ. એ કાવ્ય હું ધારી શકતો હતો તેના કરતાં ઘણું વધારે સારું બનાવી શકીશ. તેમાં યોગ્ય લાગે તો મહમુદનું પાત્ર વધારશો. એમ થવાથી આટલાં પાત્રો થશે – હમીરજી, ચંદા, હમીરનો મિત્ર, ચંદાની કોઈ સખી, (યોગ્ય લાગે તો) બેગડો અને મહમુદ. સર્ગને મથાળે જે મંગળાચરણ લખવાનાં તે કેવી રીતે શા શા મતલબનાં તે પણ લખશો. બીજા સર્ગ માટે આપે લખેલું છે પણ હજુ વિશેષ સ્પષ્ટ વિસ્તારથી લખશો. [૧]

'હમીરજી ગોહિલ'માં જટિલે આપેલી મદદ વિશે તેમની પરના ઘણા પત્રોમાં આવા જ ઉલ્લેખો મળે છે. તે વિશે વિસ્તાર કરવાને બદલે શ્રી. મુનિકુમાર ભટ્ટે પ્રસિદ્ધ કરેલ પત્રમાં આ વાંચી જવાની જ ભલામણ કરું છું, અને અહીં માત્ર થોડી પંક્તિઓ જ મૂકીશ.

'હમીરજીનો પહેલો સર્ગ ઘણું કરીને કાલે પૂરો કરીશ. આપને લખી મોકલીશ. તેમાં યોગ્ય લાગે તો સુધારો કરી મોકલશો.'

'ત્રીજો સર્ગ વાંચી મને બહુ આનંદ આવે છે. એ સંકલના ગોઠવનારને અમે ત્રણેએ વાંચી જતાં ધન્યવાદ આપ્યા સિવાય રહેવાતું નથી.'

'ચોથો સર્ગ લખવાનું શરૂ કરશો. કાંઈ લખાયો છે?'

'શાંત ચિત્ત હોય તો હમીરજીનો પાંચમો સર્ગ શરૂ કરશો.'

'કલાપીનો કેકારવ' છપાવતી વખતે કાન્તે તેમાં સુધારા કર્યા


  1. ૧ 'કલાપીના પત્રો' (શ્રી. મુનિકુમાર ભક) પૃષ્ઠ પ