આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪]
કલાપી
 

 જો કે આ ત્રણેમાં કાગડો હંસની ચાલ ચાલવા જાય અને જેવું બને તેવું બન્યું છે. વર્ડ્ઝવર્થ સાદાઈમાંથી કાંઇક અદ્‌ભુત ચમત્કાર ઉપજાવી શકે છે. એ શક્તિ બધા કવિઓમાં કેટલેક અંશે હોય છે, પણ હૃદયની લાગણીની તીવ્રતા કે મંદતાથી કુદરતનું ચિત્ર આપતાં, કાં ઘસડાઈ જવાય છે કે કાં પાછળ રહી જવાય છે. શેલિને જોઈશું તો દરેક સ્થાને તે નાયગરાના ધોધમાં જ ઘસડાતો અને ઘસડાતો માલુમ પડશે. વર્ડ્ઝવર્થ એક જ સ્થાને ઉભો રહેલો દેખાય છે, માથું નીચું નમાવીને, ધેાળા વાળમાં પડેલી ટાલ પર લીસ્સો હાથ ફેરવતા દેખાય છે. True to nature તો એ એક જ મહાત્મા છે. 'કહેવાનું તો કહી જવું, એ નિર્ણય પર જ્યારે વર્ડ્ઝવર્થ આવે છે ત્યારે તે કોઇમાં નથી એવું પેદા કરી શકે છે. મ્હારું લક્ષ્ય આ છે, પણ, એ કાર્ય મારા સ્વભાવને પ્રતિકૂળ લાગે છે, કે કાં તો તે બહુ કઠિન કાર્ય છે; પણ એ રસ્તે ચાલતાં હજુ સુધી મને સંતોષ નથી મળ્યો. હજુ અગાડી એવા યત્ન કરી જોઇશ–જોઈએ શું થાય છે? આમ છે, માટે 'વૃદ્ધ ટેલીયો'ને એક વખત બીજાં કાવ્ય સાથે સરખાવી જોશો ને એક વખત 'સારસી' અને 'શેલડી' સાથે સરખાવી જશો. 'નિમંત્રણ' જો કે વધારે સારું છે, પણ, તે મ્હારો હમેશનો માર્ગ છે. પણ, ‘ટેલીયો’ પર જરા તીખી દૃષ્ટિ રાખશો. નવા માર્ગમાં કેટલે અંશે અને શી ખામી રહે છે તે જાણવાની જરૂર છે."[૧]

'વૃદ્ધ ટેલિયો' વર્ડ્ઝવર્થના Excursion Book—I માં આવતી Margaretની વાર્તાનો અનુવાદ છે; પરંતુ તે અક્ષરશઃ અનુવાદ નથી. સ્વ. નવલરામ પંડ્યા જેને સ્થલકાલાનુરૂપ ભાષાંતર કહે છે તે પ્રકારનું આ ભાષાંતર છે. છતાં કેટલીક લીટીઓ તો બરાબર ભાષાંતર જ છે, પણ તેય અતિ સુંદર છે. “માર્ગરેટ (Margaret) ના જીવનની વાત અથેતિ કહેનાર 'વટેમાર્ગુ'નો શ્રોતા (કવિ પોતે) સાથેનો સંબંધ કેવો હતો અને કેમ બંધાયો,


  1. ૧. દરબારશ્રી વાજસુરવાળાને પત્રઃ ૩૦-૪-૯૬