આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૧૭
 


લાગે છે. એટલું જ તેનાથી જુદું કહેવાનું છે.' (૧૧-૧૨-૯૭). અહીં જેમ કલાપીએ શેલીનું કાવ્ય 'એપિસાઇકીડીઓન’ વાંચ્યું નહતું છતાં તેના જેવા વિચારો અજાણતાં જ 'હૃદય-ત્રિપુટી'માં આવી ગયેલા છે, તેવી જ રીતે 'હૃદય-ત્રિપુટી' માં જે વિચારો કલાપીએ લખ્યા છે અને તેને પરિણામે થતા બનાવો વર્ણવ્યા છે, તેવું કલાપીના જીવનમાં પણ કેટલેક અંશે બની આવ્યું.

સ્વ. કાન્ત ઉપર લખેલા લાંબા પત્રમાં કલાપીએ પોતાનો જીવનવૃત્તાંત લખ્યો છે, તે કેટલેક અંશે 'હૃદય-ત્રિપુટી' આત્મકથા છે, તે સમજવામાં ઉપયોગી થાય તેવો છે.

તે વૃત્તાંત વાંચતાં લાગશે કે, 'હૃદય-ત્રિપુટી'માં કલ્પનાના અંશો કેટલા મોટા પ્રમાણમાં ભળેલા છે. આ સંબંધમાં જાણવું ઉપગી થઇ પડશે કે, કલાપીના મિત્ર સ્વ. સંચિત પણ 'હૃદય– ત્રિપુટી'ને 'કલ્પનામિશ્રિત કાવ્ય' કહે છે. [૧]

બીજો પ્રશ્ન એ થાય છે કે આ કાવ્યનાં પાત્રોના મનમાં અને આચરણમાં જે દેખાય છે તે પ્રેમ છે કે કામવાસના? પણ આવો પ્રશ્ન કરનારને અગાઉથી જ કલાપીએ કહી મૂક્યું છે કે 'પ્રેમમાં બધી નીતિ સમાઈ જાય છે.'

પણ શેલીના જે કાવ્યનો ઉલ્લેખ કલાપીએ ઉપર કર્યો છે તેમાં તેવું નથી. શેલીનો પ્રેમ સૂક્ષ્મ (Platonic Love) હતો.

શેલી, અને કલાપીના 'હૃદય-ત્રિપુટી'ના વિચારને પણ મળતું ઘણું યુરોપીય સાહિત્યમાં મળી આવે છે. આ જાતના સાહિત્યનો ટૂંકો પરિચય જીવનનાં દૃષ્ટાંતે સાથે આપતાં એક જર્મન લેખકે [૨]લખ્યું છે કે એક જ સ્ત્રી અને એક જ પુરુષ વચ્ચેના લગ્નથી સંપૂર્ણ એકતા સાધવાનું કામ અત્યંત કઠિન છે.


  1. ૧. કલાપીની પત્રધારા
  2. 2 Ivan Bloch. The Sexual Life of Our Time