આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ ]
કલાપી
 


મૂકી જનાર આ સ્નેહી કવિને રસાત્મા, તેણે ગાયું છે તે પ્રમાણે, દિવ્યધામમાં પણ પ્રણયના તાજથી વિભૂષિત બની વિલસતો હશે.

છે ખાક ચોળી છાપ મારી ઈશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારૂં કોણ છે ?
જો કો હમોને વારશે, કોઈ હમોને પૂછશે,
તો ઈશ્કની ફૂંકે હમારા લાખ કિલ્લા તૂટશે. [૧]

અથવા, મસ્તકવિએ ગાયું છે તેમ, આપણી આસપાસ જ આ કુદરતના બાંધવ કવિનાં દર્શન આપણને નિરંતર નથી થતાં ?

વિશાળ ઉર તાહરૂં આ વ્યોમમાં વહે;
મુખ પ્રસન્નતા ભર્યું દિગંતમાં વહે.
ચંદન વિટપમાં વહે આમોદ અંગનો,
કલ્પવૃક્ષ માહિ તારી સાધુતા વહે.
ગંભીર ઉદધિને સ્વરે ગંભીર તું–ધ્વનિ
તારી મોજ લહરી એની લહરીએ વહે.
પુનમચંદ્ર માંહિ તારા ભાલનું અમી,
ત્રિવિધ તાપને હમેશ ઠારતું વહે.
તારે દૃષ્ટિપાત જોઉં વીજળી મંહી,
પાપ અભ્રમાળ અસીવીજ તું વહે.
વહે છે તારો સ્નેહ અવિચ્છિન્ન ઝરણમાં,
સુર સરિતમાં પૂનિત સત્ત્વ તુજ વહે.
સરોજ માંહિ ઉઘડે મૃદુ તારી આંખડી,
ગુંજારવ તારો ભૃંગ ગાનમાં વહે.
લીલમનો જામો જડેલ તૃણ રાજી આ,
મયૂરપીચ્છે મુગટકળા કેકી જો ! વહે
શું કથું ? જ્યાં જ્યાં મૂકું છું નેત્ર માહરાં
તુજ સ્વરૂપ ત્યાં ત્રિભુ ઉદય થઈ વહે [૨]


  1. ૧ ઈશ્કનો બન્દો કેકારવ
  2. ૨ કલાપીનો વિરહ