આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[ ૧૯
 


પહેલી ઑકટોબરે નીકળવાનું નક્કી થયેલું હોવાથી પ્રાણજીવનભાઈ અને કુમારો ૨૫મી સપ્ટેમ્બરે રાજકોટ આવી પહોંચ્યા. મુસાફરી માટે રૂા. ૨૫૫૦૦) મંજુર કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂા. ૨૦૦૦) રાજકોટમાં તૈયારીમાં ખર્ચ્યા, અને રૂા. ૩૫૦૦) રોકડા અને નોટોના રૂ૫માં સાથે રાખ્યા. બાકીના રૂા. વીશ હજાર બૅન્ક ઓફ બૉમ્બેમાં જમા કરવામાં આવ્યા, કે જેથી જ્યારે જોઈએ ત્યારે તેમાંથી લઈ શકાય. પ્રવાસમાંથી જ્યારે છેવટે પાછા આવ્યા ત્યારે રૂા. ૨૦૦૦) બચ્યા હતા. છ મહિનાની મુસાફરીનો કાર્યક્રમ હતો, પણ કલાપીનાં રાણી રાજબાની માંદગીને લીધે તે પંદર દિવસ પહેલાં પૂરી કરવામાં આવી, એટલે આ વધારા બરાબર ગણતરી પ્રમાણેજ રહ્યો કહેવાય.

મુસાફરીમાં બધાં મળી ૧૬ માણસો હતાં. રા બ. પ્રાણજીવન, તમનો રસોયો અને તેમના બે નોકરો ભળી ચાર માણસો, કલાપી અને તેમના છ નોકરો મળી સાત માણસો, અને વાજસુરવાળા તથા તેમના ચાર નોકરો મળી પાંચ, એમ એકંદરે સોળ માણસોની સંખ્યા થઈ હતી. રા. બ. પ્રાણજીવનને રૂા. ૩૦૦) પગાર અને પોતાના તથા બે નોકરોના ખોરાકી ખર્ચના રૂા. પ૦) એમ એકંદર રૂા. ૩૫૦) માસિક આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સાથે પરશોતમ ભાવ નામના માણસને લવામાં આવેલ જે દાક્તરનું અને હિસાબ રાખવાનું એમ બેવડું કામ કરતો હતો અને તેને પગાર તથા એલાવન્સ મળી માસિક રૂ. ૪પ આપવાના હતા.

કલાપીની સાથેના માણસોમાં ‘મામા’ રતનસિંહ ઝાલા હતા. તે પ્રખ્યાત હિંદી દેશભક્ત સરદારસિંહ રાણા જે હાલ પેરીસમાં વસે છે, તેમના પિતા થાય.

વળી, આ મંડળમાં ‘સંચિત્’ના નામથી જેમનાં કાવ્યો પ્રસિદ્ધ થતાં હતાં તે રૂપશંકર ઉદયશંકર ઓઝા પણ હતા.[૧]


  1. ૧ ‘શ્રી સંચિતનાં કાવ્યો’ એ નામનું પુસ્તક સ્વ. રૂપશંકરના પુત્રોએ સં. ૧૯૯૪માં પ્રકટ કર્યું છે.