આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળાનો
ઉપોદ્‌ઘાત

ચ્છના દીવાન રા. બ. રતિલાલ લાલભાઈનાં પત્ની સૌ. કંકુબાઈ ઓગણત્રીસ વર્ષની જુવાન વયે સ્વર્ગવાસી થયાં, તેમના શુભ ગુણના સંભારણામાં મિત્રવર્ગ તરફથી રૂ. ૫૦૦૦) ની રકમ એકઠી કરી, "સૌભાગ્યવતી કંકુબાઈ સ્મારક ફંડ" એવું નામ આપી, તે ફંડ ઈ. સ. ૧૮૮૯માં સોસાયટીના ટ્રસ્ટમાં અમુક શરતોએ સોંપવામાં આવેલું છે. તે શરતોની અન્વયે તે ફંડના વ્યાજમાંથી અમદાવાદની રા. બ. મગનભાઈની કન્યાશાળામાં માસિક રૂ. ૫ ની એક સ્કોલરશિપ તથા એ જ કન્યાશાળામાં વાર્ષિક રૂ. ૨૫)નાં પુસ્તકોનું ઇનામ આપતાં જે રકમ વધે તેમાંથી સ્ત્રી જાતિની કેળવણી પ્રસાર પામે અને સ્ત્રીઓની નીતિ તથા બુદ્ધિની તેમ જ સાંસારિક સુખસંપત્તિની વૃદ્ધિ થાય એવાં ઉપયોગી પુસ્તકો-ભાષાંતર કે સારોદ્ધાર રૂપ કે નવીન–ઇનામ આપી રચાવવામાં આવે છે. તે પ્રમાણે આજ સુધી નીચે મુજબ પુસ્તક “સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા” ના નામથી સોસાયટીએ પ્રકટ કર્યાં છે:—

પુસ્તક


૧. સ્ત્રી જાતિ વિષે વિવેચન
૨. ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા
૩. મા અને દીકરી
૪. ઘરમાં વપરાતી ચીજનું રસાયણ
૫. અબળા સજીવન
૬. છોકરાંઓની આરોગ્યતા
૭. સ્ત્રી ગીતસંગ્રહ

લેખક


સં નારાયણ હેમચંદ્ર
ડૉ. ત્રિભોવનદાસ મોતીચંદ
અનુ. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિ
નીલકંઠરાય ડાહ્યાભાઈ
અનુ. દેવશંકર મતીરામ વ્યાસ
દોલતરામ કાશીરામ પંડિત
કહાનજી ધર્મસિંહ

કીમત


૦—૮—૦
૦—૧૦—૦
૦—૨૦—૦
૦—૪—૦
૦—૮—૦
૦—૬—૦
૦—૪—૦