આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજવી કવિનું ગૃહજીવન
[૩૯
 

એમ માની તેમાંનો એક નમૂનો જોઈએ. કલાપીનાં કાવ્યો 'સુદર્શન'માં ૧૮૯૨માં છપાવા માંડ્યાં, તે પહેલાં બે વર્ષ ઉપરના આ પ્રયાસો છે.

તા. ૭–૯–૧૮૯૦ના પત્રમાં લખે છે: ‘જો કે સ્વપ્નાની કવિતા પૂરી થઇ નથી, પણ બીજી એક મેં કરી રાખી છે. તે તમને આનંદ આપવાને લખું છું. તમને કયો રાગ પસંદ છે તે કેમ નથી લખતા ? કે જેથી તેવા રાગમાં બનાવું ?' અને પછી એ ‘કવિતા’ આપે છે:—

( ગીતિ )

'ઝાડ જેમ પૃથ્વીને, બાજ્યું છે ઉત્સંગે દૃઢતાથી
તેમજ પ્રીતિ તારી, વળગી મુજને ઉંડી જડ નાખી.

( શિખરણી વ્રત છંદ )

અહો પ્યારી મારી, શોક ન કરજે જરી હવે,
દિવસ તેર રહ્યા છે, મળવા પ્રિય મારી તને;
લોહચુંબક લોઢાને, ખેંચે છે જ્યમ નિજ ભણી,
તેમજ પ્રીતિ તારી, ખેંચે મુજને તુજ ભણી.'

રાજકોટથી લખેલા બીજા એક પત્રમાં કલાપીએ લખ્યું હતું : ‘મને આથી શું મોટો સંતોષ ? માણસને મોટામાં મોટું સુખ શું ? દોસ્ત સારા મળે તે. તો મ્હને તમ જેવા સારા મનના, પ્રેમી અને આજ્ઞાંકિત મિત્ર મળ્યા છે જે આ દુનીયામાં મળવા સૌથી મુશ્કેલ છે. અરે જેને હું સ્વપ્નમાં પણ ઓળખતો નહોતો અને મને સારા ભાગીદાર મળશે કે નહિ એની મોટી શંકા હતી તે શંકામાંથી ઈશ્વરે મને મુક્ત કર્યો. આથી મોટું સુખ શું ? કાંઇ જ નહિ. તમારા વિષે અને તમારી વર્તણુક વિષે મને પૂરેપૂરો સંતોષ છે, અને તેવોને તેવોજ રહે એવું જગતનિયંતા પાસે માગું છું. ઈશ્વર આપણું સુખી જોડું સુખી જ રાખે એવી હું પ્રાર્થના કરું છું...હવે મારા મનના અને પ્યારના બે ભાગ થયા છે. પહેલાં તો ચોપડીઓ એજ મને