આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[ ૫૩
 


કલાપી તો ઘણીવાર એમ માનતા હતા કે બેયને ચાહી શકાય. પણ રમા એમ માની શકતાં ન હતાં. તેમને લાગતું હતું કે બીજી સ્ત્રી આવે પછી સાથે રહેવામાં કાંઈ રસ નથી. અને પછી કલાપીનું હૃદય પણ બદલાઈ જાય. ત્યારે કલાપી માનતા હતા કે તેમની લાગણી આટલા બધા સમય સુધી ફરી ન હતી, તો પછી રમા શોભનાને મેળવવામાં તેમને મદદ કરે તો પછી આવા ઉપકારના ભાર નીચે દબાયા પછી તો તેમની રમા પ્રત્યેની લાગણી કેમ જ ફરે ? ઊલટી વધે. મણિલાલ નભુભાઈને પત્રમાં લખેલ આજ વિચાર કવિતામય વાણીમાં દર્શાવતાં કલાપીએ લખ્યું છેઃ

પ્રિયે ! તે ગ્રીષ્મતણી હતી લ્હાય,[૧]
આપણે ફરતા કુંજની મ્હાંય


××××

ત્યાં કળી કે ખીલતી હતી રમતી વાયુ સાથ,
'ચૂંટી લે ભોક્તા ! મને' એ લવતી'તી વાત.


ભરેલો હજુ ય હતો મકરન્દ,
થયો ના હતો ભ્રમરનો સંગ;
હતી તેમાં શી રસિક સુવાસ !
જવાનું મને ગમ્યું તે પાસ.
ચુંટી તે તેં દીધી ઝટ મને,
કર્યું મેં ચુંબન કેવું તને!


ઊન્હી લૂ ઉડી ગઈ! શીત થયાં સહુ અંગ !
આભારી મુજ નેત્રમાં નવો ભરાયો રંગ!


પ્રિયે ! તે મૃદુ મુખકળી એ આજ
ડરે તું કેમ આપવા કાજ ?
દહે લૂ ગ્રીષ્મ ઝિન્દગી તણી,
ઔષધિ નહીં વિના એ કળી.