આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨]
કલાપી
 

દર્શાવ્યો હતો, એટલું જ નહિ પણ કલાપીએ જે કર્યું તે છોડી દેવાની સલાહ આપી હતી પરંતુ તેમને કલાપીએ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો હતો કે[૧]: 'જેને કદર કરવા ઈચ્છા કે સાધન કશું નથી એવી દુનિયા ખાતર, અને તે પણ જેમાં તેને હાનિ નથી એવી વાતમાં તેનાથી કે તેની જીભ માત્રથી ડરીને, કોઈને મરી જવા દેવું-એમાં શી યોગ્યતા છે? એવે કાળે, ભલું કહેવાવા કરતાં બુરું કહેવાવું એ શું સારું નથી ?'

શોભના સાથેના લગ્ન પછી કલાપીએ વર્ષોના રુદન પછી અપૂર્વ ઉત્સાહમાં આવી જઈને ગાયું [૨]

'ગઈ છે સૌ ચિન્તા અનુકૂળ વિધિ એ થઈ ગયો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો;
પ્રભુએ, હાલાંઓ, જગતપરનાં લેક સઘળે,
દીધે નિર્મી તેને મધુર કર મારા કર સહે.
       *  *  *  *
સુધાની પયાલી આ સહુ તરફ જાણે છલકતી,
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી,
દિસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ,
જુદાઈના કિલા હદય થડકે શું ઢળી જતા.”

અને આ પ્રમાણે પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ રીતે પ્રપાત પામીને કવિનું હદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળે પળે પ્રકટ થતું ભાસે છે; પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તે એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છેઃ


  1. ૧૪ શ્રી, હરિશંકર પંડયાને પત્ર તા. ૧૫-૧૧-૯૮
     (“ શ્રી. કલાપીની પત્રધારા” પૃ. ૪૬૬-૬૭)
  2. ૧૫ કેકારવ : 'ઉસુક હૃદય.'