આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ ]
કલાપી
 

છે, જે તમે જાણો એમ ઇચ્છું છું.[૧]

કલાપીએ પોતાના સ્નેહજીવનનો ઇતિહાસ કાન્તને લખી મોકલ્યો હતો તેના જવાબમાં કાન્તે તેમને પોતાનું દુ:ખ ધીરજથી સહન કરવાની સલાહ આપી હતી. "જે કાંઈ થાય છે તે સર્વ ઈશ્વરેચ્છાથી જ અને વિશ્વના અનંત ઉદ્દેશોની ખાતર જ થાય છે એ શ્રદ્ધા અથવા પ્રતીતિ નિશ્ચલ થયા વગર ધર્મનાં સત્યો આપણી દૃષ્ટિને દેખાતાં નથી. આ પાર્થિવ જીવનના સુખ દુઃખ ક્ષણિક છે; અનંત જીવનના કાંટામાં જ તેની યોગ્ય તુલના થઈ શકશે.”[૧]

કાન્તે કલાપીને સ્વીડનબૉર્ગ રૂપી 'ઔષધિ' ની ભલામણ દુઃખના શામક તરીકે કરી. કલાપીને આ ઔષધ ઘણું રુચ્યું હોય એમ લાગે છે. તેમણે ગોવર્ધનરામને લખ્યું હતું : 'સ્વીડનબૉર્ગ ઘણો મોટો માણસ છે એમ તેનાં થોડાં પુસ્તકો વાંચવા પરથી લાગ્યા વિના રહેતું નથી.' આજ પત્રમાં તેમણે મણિશંકર વિશે અભિપ્રાય દર્શાવ્યો હતો કે તેમનું હૃદય નિખાલસ લાગે છે અને બાલક જેવું પવિત્ર છે.'[૨]

પોતાના મિત્ર છે. બલવંતરાય ઠાકોરને સાથે લઈ મણિશંકરે તા. ૧૫–૧૧–૯૮ થી શરૂ થતું એક અઠવાડિયું કલાપીની સાથે ગાળ્યું હતું. ત્યાં શાસ્ત્રી પ્રભુલાલ પ્રભાશંકર, જટિલ અને રૂપશંકર ઉદયશંકર તથા કારભારી તાત્યા સાહેબ હતા જ અને લક્ષ્મીપ્રસાદ હરિપ્રસાદ દેસાઈ ભાવનગરથી બે દિવસ આવ્યા હતા. આ પ્રસંગે એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો કે પ્રો. ઠાકોર અને મણિશંકરે તેપછીનોયે મહિનો મહાબળેશ્વરમાં ગાળવો અને સાથે શેક્સપીયર, પ્લેટો, સોફોક્લિસ વગેરે વાંચવા. આ પરિચયના પરિણામે પ્રો. ઠાકોરે અભિપ્રાય દર્શાવ્યો છે કેઃ 'શુદ્ધ જિજ્ઞાસાની સુરસિંહજીના જેટલી ઉત્કટતા અતિવિરલ.[૧]


  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧ 'કાન્તમાલા'
  2. ૨ ‘કાન્તમાલા'