આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ ]
કલાપી
 

કલાપીના બીજા ક્ષત્રિય મિત્ર શ્રી. સરદારસિંહજી રવાજીભાઇ રાણા વર્ષોથી પૅરિસવાસ સેવે છે. તેમના પિતા રવાજીભાઈ 'મામા' કાશ્મીરના પ્રવાસમાં કલાપીની સાથે હતા. સરદારસિંહજી મુંબઇની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થઈ બૅરિસ્ટર થવા માટે ઈંગ્લાંડ ગયા હતા. ત્યાં રાજકારણમાં પડી ગયા, સમાજવાદની દીક્ષા લીધી અને કાયમનો દેશવટો સ્વીકાર્યો.

શ્રી. એસ. આર. રાણાને એક બંગાળી લેખકે દક્ષિણી તરીકે ઓળખાવ્યા છે, તે પરથી તેના ગુજરાતી ભાષાન્તરકારે પણ તેમ જ કહ્યું છે. પણ ગુજરાતીઓએ મગરૂર થવા જેવું છે કે તે લીંબડી પાસે કંથારિયાના રજપૂત છે.