આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ ]
કલાપી
 


ઊછળતી શૈલિમાં લખાયું છે, અને તેથી અત્યારે પણ એનું વાંચન અત્યંત રસપ્રદ નીવડે છે. હાઈસ્કૂલનો અભ્યાસ અરધેથી મૂકી દીધેલ, ૧૮ વર્ષની વયના કુમાર માટે આ જેવી તેવી લેખનસિદ્ધિ ન ગણાય.

આ પુસ્તકમાં પ્રકૃતિવર્ણન અને તે જોવાથી તેમના હૃદય ઉપર થયેલ અસર મુખ્યત્વે દર્શાવી છે. વચ્ચે વચ્ચે તેમણે જે વિચારકણિકાઓ મૂકી છે, તેનું ચિંતન લેખકની વય જોતાં આશ્ચર્યચકિત કરે તેવું છે.

પણ ઉપર કલાપીના અભ્યાસ વિશે જે લખ્યું તેમાં ઘણું ઉમેરવા જેવું છે. એમાં કહ્યું છે તે બરાબર છે કે:

'કલાપીએ શાળાનો અભ્યાસ ઇંગ્રેજી ચાર પાંચ ધારણ જેટલો જ કર્યો હતો, પણ તેમની સાચી કેળવણીની શરૂઆત કૉલેજ છોડ્યા પછી જ થઈ હતી, અને તેમનો અભ્યાસ મરણપર્યંત ચાલુ રહ્યો હતો.

ગ્રંથકાર થવા માટે અભ્યાસની અનિવાર્ય અગત્ય છે એ કલાપી સમજતા હતા, પણ તે ઉપરાન્ત શુદ્ધ જિજ્ઞાસાથી પ્રેરાઈ તેમનો મોટા ભાગનો અભ્યાસ તો ચાલતો હતો.

તેમનો વિચાર મેટ્રિકની પરીક્ષા પસાર કરી, આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી થવાને હતો. આંખના વ્યાધિને લીધે આ વિચાર છોડી દેવો પડ્યો, પણ તેનો બદલો તેમણે ખાનગી અભ્યાસથી વાળી દીધો.

તેમણે શરૂઆતમાં દરરોજ એક કલાક અંગ્રેજી, એક કલાક કાયદો અને ત્રણ કલાક ગુજરાતી એમ પાંચ કલાક અભ્યાસ કરવાનો નિયમ રાખ્યો હતો. પછી અભ્યાસનો સમય વધતો જ ગયો, અને તેમણે પોતાનો લગભગ સર્વે સમય તેથી પાછળ જ ગાળવા માંડ્યો. પ્રભુલાલ શાસ્ત્રી પાસે સંસ્કૃત શીખવા માંડ્યું, અને ઉર્દૂનો અભ્યાસ પણ શરૂ કર્યો. અંગ્રેજી, ગુજરાતી તો માટે ભાગે એકલા જ વાંચતા. આ માટે સાક્ષરોનો પરિચય વધારવા લાગ્યા અને પુસ્તકનો સંગ્રહ કરવા લાગ્યા.

૧૮૯૨ સુધી તેમણે માત્ર ગુજરાતી પુસ્તકે જ વાંચ્યાં હતાં. છગનલાલ પંડ્યા-કૃત કાદંબરીનું ભાષાન્તર, સરસ્વતીચંદ્ર, નવલગ્રંથાવલી