આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉષા= પ્રભાત
ઉષ્મા= ગરમી; હૂંફ.
ઉસ્તાદ= શિક્ષક, ગુરુ.
ઋષિ= વેદોની ગુહા પરિભાષાને સમજીને ગાનાર પ્રેરિત પુરૂષ; અન્તરમાં પ્રકાશ પામેલો પ્રેરિત પુરુષ તે ઋષિ.
ઓંકાર= ૐબ્રહ્મનો પરમાત્માનો એકાક્ષરી મંત્ર; એને પ્રણવમંત્ર પણ કહે છે.
અંક= ખોળો-ઉચ્છંગ.
અંજામ= છેવટનું પરિણામ.
અંબર= વસ્ત્ર, કપડાં
કજા= મોત; મૃત્યુ.
કયામત= મરણ પછી નવેસર ઊઠવાની સ્થતિ; આ શબ્દ ઇસ્લામી ધર્મનો છે.
કરંટ= કાગડો: करट ઉપરથી
કલુષમયતા= ક્‌લેશ; મલિનતા.
કાતિલ= કતલ કરનાર; પ્રાણ લેનાર.
કાલિદાસ=સંસ્કૃત કાવ્ય-સાહિત્યના સર્વશ્રેષ્ઠ કવિ.
કાસાર= સરોવર; તળાવ.
કિરાત-ભીલ= મહાદેવજીનું એક નામ છે.
કિશોરી= નાની વયની.
કાન્ત= પ્રેમી; ચાહનાર; આશક.
કાન્તિ= રૂપ; ખૂબસૂરતી.
કુરંગ= મૃગ, હરણ.
કૃષ્ણ= ભગવાન વિષ્ણુના દશ મુખ્ય અવતારોમાં આઠમો અવતાર. ભગવાન વિષ્ણુનો તેઓ પૂર્ણ સંસિદ્ધ અવતાર મનાય છે.
કેલિ= વિહાર, ઉપભોગ.
ક્‌લાન્ત= થાકેલો, શ્રમિત.
ખડ્ગ= તલવાર.
ખતા= ભૂલ ગુનાહ.
ખાક-ખાખ=રાખ-ધૂળ માટી.
ખાર= કાંટા.
ખાલિક-ખાલેક=ખલ્કના માલેક: પરમાત્મા
ખિલાફ=ખોટું જૂઠું, અવાસ્તવિક
ખેરાત= દાન, બક્ષિસ.
ખૌફ-ખ્વોફ= ગુસ્સો, ક્રોધ.
ખ્વાબ= સ્વપ્ન
ખ્વાહિશ-ખાહેશ= ઈચ્છા, મરજી.
ગભરૂ= કોમળ.
ગમખ્વાર= દુઃખ, દિલગીરી.
ગમખ્વાર= દુઃખથી ખરાબ થઈ ગયેલો.
ગાફિલ-ગાફેલ= અજ્ઞાન, બેભાન ગફલતમાં રહેતો તે ગાફેલ.
ગાયત્રી= બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને નિત્ય જપવાનો ઋગ્વેદમાં કહેલો મંત્ર, એમાં ત્રણ પદ હોવાથી એને ત્રિપદા પણ કહે છે.
ગિરિ= ગિરિવર= પાડ, પર્વત.
ગિલ્લા= નિન્દા, અપકીર્તિ.
ગીતા= શ્રીમદ્ ભગવદ્ગીતા
આર્યોનું એક અતિ મહત્વનું અને અદભુત ધર્મપુસ્તક. એમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ છે. ૭૦૦ શ્લોકો અને ૧૮ અધ્યાય છે. એના કર્તા ભગવાન્ વ્યાસ મુનિ છે.


કલાપીનો કેકારવ/૫૧૫