આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિગમ્બર= દિશાઓ જેનાં વસ્ત્ર છે,એ; નગ્ન.
દિનકર= સૂર્ય.
દિલબર= પ્રિયતમા.
દીદાર= દેદાર= દર્શન.
દ્રુમ= ઝાડ
દેતલ= દેનાર, ચારણી ભાષાનો પ્રયોગ છે)
દૌર્બલ્ય= દુર્બળતા.
દ્યુતિ= પ્રકાશ, જ્યોતિ.
દ્વિગુણી= બમણું.
ઘવલ= ધોળું.
ધાતા= કર્તા, સ્રષ્ટા.
ધૂર્જટિ= મહાદેવ-શંકર- શિવજી.
નફસ= માનસિક વિકાર, કામ.
નાસ્તિક= માત્ર દૃશ્ય વસ્તુ જ સત્ છે એમ માની કેવળ ઐહિક જીવન જીવનાર અને ઈશ્વરને અન્તરમાં
નહિ માનનાર અતિબુદ્ધિવાદી, વિકૃત બુદ્ધિવાદી; Sceptic; Nihilist.
નિગાહ= નઝર; કૃપાદૃષ્ટિ.
નિમિષભર= ક્ષણભર.
નીવી= સ્ત્રીને કટિ ઉપરનું પહેરવાનું વસ્ત્ર.
નૂતન= નવીન.
ન્યામત= પકવાન, મિષ્ટ ભોજન, એ ઉપરથી કૃપા, મહેરબાની.
પતાકા= ધજા, વાવટો.
પથિક= પંથી, મુસાફર પ્રવાસી.
પરુષ= કઠોર, કઠણ.
પરેશાની= ઉદાસીનતા.
પલ્વલ=વ્ ખાબોચિયું, નાની તલાવડી .
પીયૂષ= અમૃત, સુધા.
પુનરુદ્ધાહ= ફરી વારનું લગ્ન.
પુરાતન= પુરાણું, જૂનું પ્રાચીન.
પુલકિત= આનંદી, હર્ષિત.
પુલીન= જલહીન-સુકાઈ ગયેલું તળાવ, જલરહિત સૂકો કિનારો.
પુંજ= ઢગલો.
પેર= કદમ, પગ.
પ્રણવ= પ્રેમ, પ્રીતિ, સ્નેહ.
પ્રણવ= જુઓ ૐ.
પ્રશાખા= નાની ડાળી.
પ્રસૂન= ફૂલ, પુષ્પ.
પ્રજ્ઞ= પૂર્ણ જ્ઞાની.
પંચત્વ= નિર્વાણ, મૃત્યુ.
ફજલ= મહેરબાની, કૃપા, આનંદની નજર.
ફના= નાશ, સ્વાર્પણ, ત્યાગ.
ફરહાદ= ઈરાનના એક પ્રખ્યાત આશકનું નામ છે. તે સાધારણ હાલતનો આદમી છતાં શીરીન નામની ચીનની રાણીને ચાહતો હતો અને તેના પ્રેમમાં તેણે મોટો પહાડ ખોઘો હતો શીરીન્ - ફરહાદનાં નામ ઇશ્કના સાહિત્યમાં બહુ પ્રખ્યાત છે.


કલાપીનો કેકારવ/૫૧૭