આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લખું પણ તેથી મ્હારા હૈયાના ઉળમકા બહાર પડે અને કાવ્ય લખવાની મ્હારી ઈચ્છા તૃપ્ત થાય તો બસ છે.

“જો ઘડી ગઈ આનન્દમેં જીવનકા ફલ સોહી”! કેવું રમણીય સિદ્ધાંત છે ! દુનિયાનાં દુઃખ કવિતા કરતી વખતે દૂર થાય અને આત્મા “રસ”મય અને એ જ “આનન્દ” મ્હને મળી શકે તો મ્હારાં મહદ્‌ભાગ્ય. “એકાન્તસુખ” દુનિયાદારીના જીવડાને “કળા” વિના ક્યાંથી મળે ? “એકાન્તઆનન્દ" મ્હારૂં તો બનવું એ કળા. અસ્તુ.

“મ્હેં જે લખ્યું છે અને જે હું લખીશ તે આ ચોપડી પર ચિતરાશે - કેટલોક ભાગ “સુદર્શન”માં પ્રસિદ્ધ થશે તેથી મ્હને અને કેટલાંક બીજાને પણ “આનન્દ” મળશે.

“મંડ્યા રહેવું” એ ગુણ પરમાત્મા મ્હને શિખવે અને બીજા કાર્યમાં તેમજ “કાવ્ય”માં તે ગુણથી મ્હારા માર્ગ રસમય બને એ જ મ્હારી ઇચ્છા અને વાઞ્છના.


– સુરસિંહ