આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૩૩
 

રીતે લાવી તેમને વગે કરી દઈ બહુ આનંદિત બનતી. અપહરણ થયેલી કોઈ હિંદુ સ્ત્રીઓ એમાં પાછી આવતી ત્યારે ટોળીને સ્ત્રીઉદ્ધારનો સંતોષ થતો. પરંતુ ખાસ કરીને અનિચ્છાએ ખેંચાઈ લવાયેલી ઈસ્લામી સ્ત્રીઓનાં આક્રંદ, ટળવળાટ અને નિ:સહાયતા જોઈ તેમને જે આનંદ થતો તે બ્રહ્માનંદ સરખો લાગતો. તેમાં યે નાસી જવાની યોજના કરી તેને અમલમાં મૂકવા મથતી સ્ત્રીઓની યોજના નિષ્ફળ બનાવી, તેમને અડધેથી પકડી ફરી પાછી સાંડસામાં જકડતી વખતે તેને જે આનંદ થતો તેની પાસે બ્રહ્માનંદ પણ મોળો લાગતો ! ક્રૂરતાની પડી જતી ટેવમાં ક્રૂરતા પણ કલા બની જાય છે; અને સ્ત્રીઓ પ્રત્યે અત્યાચાર કરવાની પશુતાએ પહોંચતો માનવી અત્યારાચારને પણ શણગારે છે વધ્ય પશુને ચાંલ્લા કરી, માળા પહેરાવી, ઉપર કિમતી વસ્ત્ર નાખીને તેની પૂજા કરી ધીમે ધીમે ઈશ્વરને નામે તેનું ગળું કાપવામાં આવતી મોજ સાધારણ ઝટકાથી વધેરતાં આવતી મોજ કરતાં વધારે તીવ્ર હોય છે. પૂનમચંદ અંતે એવી કક્ષાએ પહોંચી ગયો કે જેમાં તે લાવેલી સ્ત્રીઓને ભાગવાની જાણીબૂજીને સરળતા કરી આપતો, ને અધવચથી તેમને પકડી પાછી લાવી તેમના આક્રંદમાં મનનું પરમ સુખ માણતો.

ધર્મ જ્યારે નારકી બને છે ત્યારે તે સચ્ચાઈનો સ્વાંગ ધારણ કરે છે. મુસ્લિમો હિંદુ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરી તેમને મુસ્લિમ બનાવે તો હિંદુઓએ પણ મુસ્લિમ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરી તેમને હિંદુ કેમ ન બનાવવી, એવા ધર્મ—હીંચોળે માનવી હીંચે છે. આવાં કાર્ય ધર્મ કાર્ય બની જાય છે. અને વાસનાને બહેકાવી દઈ ક્રૂરતાને રંગત અપાય ત્યારે એ ધર્મ બહુમાન્ય બની જાય છે. પૂનમચંદ સ્ત્રીઓ હરી લાવી તેમને હિંદુ બનાવી જરૂરવાળા પુરુષોને વળગાડી દેતો. આમ તે હિંદુ ધર્મના સ્તંભ તરીકે મનાવા લાગ્યો અલબત્ત છૂપી રીતે. પોતે પકડાય નહિ; પકડાય તો પુરાવો પોતાના વિરુદ્ધ થાય નહિ; પકડાયલી સ્ત્રીઓ સત્ય કહી શકે નહિ; એવી