આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૩૫
 

આવે એમ હતું જ નહિ. બૂરું કૃત્ય કરવામાં આપણે જરૂર મહાપુરુષોનો આધાર લઈ શકીએ છીએ. કૃષ્ણની સોળ હજાર એક સો ને આઠ રાણીઓની વાત બહુ લગ્નપ્રિય પુરુષોને અનુકૂળ પડે છે.

સંખ્યાબંધ સ્ત્રીઓમાંથી એક બુરખાવાળી સ્ત્રીની હિલચાલ તરફ પૂનમચંદની નજર ગઈ. એ ત્યાંથી ખસી ગયો, પરંતુ ખસતાં ખસતાં કહેતો ગયો કે 'આ બાઈઓ હિંદુ ધર્મ સ્વીકારે એટલું જ આપણે જોઈએ. એક વખત હિંદુ બન્યા પછી તેની મરજી હશે તો તેમને ગામ તેમને ઘેર પાછી મૂકી આવીશું. કશો જ જુલમ ન થાય એની કાળજી રાખવી અને બધી બાઈઓને સવાર સુધી આરામ લેવા દેવો.'

પૂનમચંદે ઉદાર ભાવના વ્યકત કરી, પરંતુ તેના હૃદયમાં ભયંકરતા ભરી હતી. પેલી બુરખાવાળી ચબરાક સ્ત્રી જરૂર નાસી જવાનો પ્રયત્ન કરશે, અને તેનો પીછો પકડી તેને પાછી ઘસડી લાવી સહુના ખડખડાટ હાસ્ય વચ્ચે તેને કોઈ કદરૂપા જડ હિંદુને ગળે વળગાડી દેવામાં બહુ મઝા આવશે, એવો ખ્યાલ તેની બાહ્ય ઉદારતાને વધારે દેખાવડી બનાવતો હતો.

બધી સ્ત્રીઓ ક્રૂર ખૂની પૂનમચંદના ખસવાથી રાહત અનુભવી રહી, અને ટોળીના સર્વ પુરુષ દૂર જતાં આછો આરામ લેવા પ્રવૃત્ત થઈ. અને ખરે, એ શાંતિમાંથી એક સ્ત્રીએ ખસવા માંડ્યું. મકાન જાણે તેની આગળ ખૂલી જતું હોય એમ તે છુપાતી ઘર બહાર નીકળી ગઈ.

અંધારું ઘર હતું. પ્રભાતનું સામિપ્ય અંધકારને ગાઢ બનાવે છે; તેમાં યે ગામડાંનો અંધકાર ! એમાં કેટલી યે હલચાલ થાય તો ય ખબર પડે જ નહિ. આમ તો એક સ્ત્રી કોઈનું યે ધ્યાન ખેંચ્યા વગર ગામ બહાર ચાલી જતી હતી. પૂનમચંદે હજી પોતાના મકાનનાં બળેલાં અને ઘવાયેલાં દ્વાર સુરક્ષિત બનાવ્યાં ન હતાં. વિરવૃત્તિને જીવંત રાખવા માટે કેટલાક અત્યાચારનાં દ્રશ્યો કાયમ રાખવાની જરૂર