આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૪૩
 

બનાવે છે અગર કવિ લેખક કે નેતા બનાવી દે છે. વ્યસની બનવા કરતાં કવિ બનવું શું ખોટું ? જો કે ઘણી વાર સગવડ એક જ માનવીને વ્યસની અને કવિ બન્ને સ્વરૂપે ઘડે છે, ને ત્યારે આફત ઘાટી બની જાય છે એ સાચું !

કુમારની ભાવનાએ તેને કુસુમ નામની આકર્ષક યુવતી તરફ પ્રેર્યો માબાપની ઈચ્છા જુદી જ હતી. માબાપે એક સઘન ઓળખાતી કુટુંબની કન્યા પસંદ કરી હતી. એ કન્યા પણ ઓછી આકર્ષક ન હતી. છતાં આજકાલ સ્વયંવર કે ગાંધર્વ લગ્ન, અને અંતે કન્યા કે વર-હરણનું વાતાવરણ ઊપજે નહિ ત્યાં લગી લગ્નમાં જોમ, કંપ કે સચ્ચાઈ આવે જ નહિ એમ યુવક યુવતીનો મોટો સમૂહ માનતો થઈ ગયો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. એક એકનાં આવર્તન છે. પ્રતિબિંધ છે; અને જોતજોતામાં તેમને ખાતરી થઈ જાય છે. કે બહુ કવિતાઓ લખી પ્રાપ્ત કરેલી પત્ની બીજી કોઈ પણ પત્નીના પલ્લામાં તોળાય એમ છે, અને બહુ અશ્રુ પાડી નિસાસા નાખી મેળવેલો ઈચ્છાવર બીજા કોઈ પણ સામાન્ય ઢબે પરણેલા વરના છબીચોકઠામાં મૂકી શકાય એવો જ હોય છે.

કેટલાંક માબાપ પુત્રપુત્રીની ઈચ્છાને અધીન બની જાય છે. પરંતુ કેટલાંક માતાપિતાને સ્નેહલગ્નમાંથી સંતાનો પ્રત્યે દુશમનાવટ ઊભી થઈ જાય છે. કુમારનાં માતાપિતા કડક હતાં. તેમણે કુમારને કહી દીધું : 'કુસુમ સાથે તેં લગ્ન કર્યું એમ સાંભળીશ તે દિવસથી તું મારો પુત્ર મટી ગયો હોઈશ.' છતાં કુમારે તો કુસુમ સાથે લગ્ન કર્યું અને બની ગયેલી વાતને કબૂલ રાખવા સરખી કૂમળાશ માતાપિતા દર્શાવશે એમ માની અને વરવહુ સજોડે માતાપિતાને પગે લાગવા ગયાં. પિતાના એકના એક પુત્રને કડક માતાપિતાએ કહ્યું : 'જીવતાં જીવત તમારું મુખ બતાવશો નહિ. જાઓ ! '

આજનાં લગ્ન આટલી બધી ઉગ્રતા દર્શાવવા સરખાં છે કે