આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૪૭
 

મનાવવા નર્મદાકિનારે ગયાં. અમને સહુને ભારે અણગમો આવ્યો. ત્રણ ત્રણ વર્ષથી કુટુંબી બની ચૂકેલાં પતિપત્નીને જવા દીધા પછી અમને કોઈને ઘરમાં ફાવ્યું નહિ. તેમના કાયમ ભણકારા વાગ્યા જ કરતા હતા.

ત્રણચાર દિવસે એક કાગળ કુમાર તરફથી આવ્યો. તેમાં લખ્યું હતું કે તેનાં માતાપિતા આવી ગયાં હતાં. 'બાબા'ને દાદા-દાદી પાસે મોકલ્યો હતો. અશ્રુભીની આંખે તેમણે તેને નિહાળ્યો અને રમાડ્યો હતો, અને જ્યાં સુધી તે ત્યાં હોય ત્યાં સુધી નિત્ય તેને પાસે લાવવાનું ફરમાન હતું. હજી કુમાર અને કુસુમ ઉપર તેમનો રોષ ઘટ્યો હતો કે નહિ તે સમજાતું ન હતું. પરંતુ બાળક દ્વારા અંતિમ સમાધાન થઈ જશે એવી તેને આશા હતી'

બીજે જ દિવસે પાછો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે કુમાર, કુસુમ તથા બાબા એમ ત્રણે જણને માતાપિતા પાસે જવાનું આમંત્રણ મળી ચૂકયું હતું. કાગળ પહોંચવાને દિવસે જ બધાં ભેગાં મળી સાથે જમશે અને મરજી વિરુદ્ધ કરેલા લગ્નની માતાપિતા તરફથી ક્ષમા મળી જશે !

મને બહુ જ આનંદ થયો. અમારા ઘરનાં માણસોને પણ આનંદ થયો, સુખી થવાને પાત્ર જેડલું હવે કુટુંબભેગું થઈ વધારે સુખી થશે; માત્ર અમારો સારો સહવાસ તૂટશે એટલું મનને લાગ્યું. પરંતુ આપણા એવા ટૂંકા સ્વાર્થ સામે આખા કુટુંબના સુખને ભૂલી અમે બહુ સંતોષ અનુભવ્યો.

બીજે દિવસે વર્તમાનપત્ર વાંચતાં જ મારાં ગાત્ર ગળી જતાં હોય એમ મને લાગ્યું. મારી આંખ આગળ દેખાતી આખી સૃષ્ટિ ફરવા લાગી. મારા પગમાંથી કૌવત જતું રહ્યું. હાથમાંથી છાપું પડી ગયું અને હું આંખો મીંચી જમીન ઉપર બેસી ગયો.

'શું થયું ? ફેર આવ્યા ?' મારી પત્નીએ પૂછ્યું.

મારાથી જવાબ અપાયો નહિ. મેં વર્તમાનપત્ર તરફ આંગળી