આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : કાંચન અને ગેરુ
 


'નથી ભેટ આપવાથી એ સુધરતી, નથી સિનેમા-નાટકની લાલચ એને સુધારી શકતી. એની અનિયમિતતા એટલે તોબા !.. આખું મન ખારું કરી નાખે છે ....!'

પ્રેમીઓની આવી વેદના સર્વસામાન્ય કહી શકાય. પ્રેમીઓ ગૌતમને ભાગ્યે જ દોષ દઈ શકે.

બસમાંથી એકાએક કોઈ યુવતી ઝડપથી ઊતરી. રમા જ હતી ને ? ગૌતમે પોતાના કાંડા ઉપર બાંધેલી ઘડિયાળમાં જોયું; સાત ઉપર પાંચ મિનિટ થઈ હતી. રમા લગભગ દોડતી ગૌતમ પાસે આવી અને ગૌતમે મુખ ફેરવી તેના પ્રવેશભાનનો અસ્વીકાર કર્યો.

'હું આવી ગઈ છું.' રમાએ પોતાના જ કંઠથી પોતાની નેકી પુકારી.

ફૂલેલા ગાલ અને ફૂલેલા હોઠ સહ ગૌતમે રમાની સામે જોઈ તેની આંખ થિયેટરની ઘડિયાળ સામે દોરી. સાત ઉપર છ મિનિટ થઈ હતી !

'છ જ મિનિટ થઈ છે. હજી તો જાહેરાત ચાલતી હશે... પછી બધાંની નામાવલિ ચાલશે... હજી ચિત્ર શરૂ નહિ થયું હોય.' રમાએ ઘડિયાળ જોઈ જવાબ આપ્યો.

'મોડા જઈ આપણે કેટલા પ્રેક્ષકોને હરકત કરીશું ?' ગૌતમે નાગરિક ફરજ ઉપર ભાર મૂક્યો.

'તો ન જઈએ..તને એમ લાગતું હોય તો !' રમાએ ઇલાજ બતાવ્યો.

'પણ આ ટિકિટ લઈ રાખી છે ને?' ગૌતમે ભાવિ પત્નીના મન ઉપર અર્થશાસ્ત્રની અસર પાડવા મંથન કર્યું.

'બન્ને ટિકિટોના પૈસા હું તને આપી દઉં... 'રમા બોલી પોતાની નાનકડી થેલી ખોલવા લાગી.

'ઘેલછા ન કાઢ..ચાલ !' કહી ગૌતમે સહજ હસી રમાનો હાથ પકડ્યો અને તેને ખેંચી પ્રેક્ષકગૃહમાં લઈ ગયો. પત્નીને – ભાવિ