આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલિકામાંથી એક પાન : ૧૮૩
 

પાલનમાં કોઈ પડદા નીચેની રમત રમાતી હોય એમ મને એકદમ લાગ્યું. હું શું કરતો હતો, હું શું કરવા ઈચ્છતો હતો, એ બધું વિસરાઈ ગયું અને મારી આંખો અને મારો દેહ સુશીલાને શોધતાં ચાલ્યાં. મારા પગમાં મોરની ચપળતા અને નાગની નિઃશબ્દતા પ્રવેશ પામ્યાં. હું સુશીલાના ખંડની બહાર આવી ઊભો રહ્યો. રાત્રીના દીવા બધે થઈ ચૂક્યા હતા.

જાસૂસની માફક મેં બારણાના કાણામાં નજર કરી ! સુશીલા એક છબીની આસપાસ પુષ્પ ગોઠવતી હતી. અણગમતી સુશીલાના ઓરડા ભણી મેં આજે જ દ્રષ્ટિ કરી એમ કહું તો ચાલે. અને દ્રષ્ટિ કરતાં હું નિહાળું છું? મારી જ પત્ની પરમ પ્રેમભરી નજરે એ છબીને નિહાળતી હતી, અને પુષ્પોની સુંદર ગોઠવણી એની પ્રીતિપાત્ર વ્યક્તિની આસપાસ કરતી હતી.

મારું પતિત્વ ઝબકી ઊઠ્યું. ન ગમતી પત્નીને તેનો પતિ તો ગમતો જ હોવો જોઈએ એવી સર્વ પતિઓની માન્યતા હોય છે. ધક્કો મારી મેં બંધ બારણું ખોલી નાખ્યું અને મારી પત્ની પાછળ જઈ હું ઊભો રહ્યો.

ચમકીને સુશીલાએ પાછળ જોયું અને મને જોતાં બરાબર તે એકદમ ઊભી થઈ.

'કોની છબી જોયા કરે છે ? કોને ફૂલ ચઢાવે છે? આની કરતાં વધારે ખરાબ શબ્દોમાં આ ભાવનાપ્રશ્નો મેં તેને કર્યા.

‘મારા પ્રભુની છબીને !' ટૂંકો જવાબ આપી નીચું જોઈ સુશીલા ઊભી રહી.

'કોણ છે વળી તારા પ્રભુ?' મેં વધારે બળ કરી પ્રશ્ન પૂછ્યો. મને ડર લાગે કે કોઈ એના વહાલા પરાયા પુરુષની છબીને બદલે કૃષ્ણની કે સ્વામી વિવેકાનંદની છબી કદાચ એ હોય તો મારો ક્રોધ