આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮ : કાંચન અને ગેરુ
 


'કેમ ?'

'એ એક ધનિકની પુત્રી હતી.' ચન્દ્રાનને કહ્યું.

'તેમાં શું ?' રશ્મિએ દ્રઢતાપૂર્વક પૂછ્યું.

'તમને એમ લાગે... પણ વિચાર કરો. જે ઘરમાં એની ટચલી આંગળી પણ ન સમાય, એ ઘરમાં એનો પ્રવેશ થાય પણ કેમ?'

'પછી ?'

'પછી શું ? જે ઘરમાં એનો સમાવેશ થાય તે ઘરમાં એ ચાલી ગઈ સ્વાભાવિક રીતે.'

'અને તમે ?'

'હું વધારે અને વધારે કવિતા લખતો થઈ ગયો.'

'એ કોણ હશે?...તમને છોડીને...'

'એ બધી મેં વાર્તા જ કહી. ગમે તે નામ એ વાર્તાનાં પાત્રોને આપો !' ચન્દ્રાનને કહ્યું.

'માને ખબર હશે....ક્યાં ગઈ મા, એટલામાં?... આપણને ખબર પણ ન પડી !...આજ એને કાંઈ થાય છે, ખરું?' રશ્મિએ કહ્યું. ખરેખર ચદ્રાનનની વાર્તામાં ધ્યાન રાખી રહેલાં સહુ કોઈને ખબર પણ ન પડી કે શશીકલા ક્યારે ઊઠીને અદ્રશ્ય થઈ ગયાં.

'એને કયાંથી ખબર હેાય ? વલ્લભદાસે પૂછ્યું.

'એક વખત ચન્દ્રાનનનું પુસ્તક આપણે ખરીદ્યું ત્યારે એણે કહેલું કે કદાચ એ કૉલેજમાં ચન્દ્રાનનની સાથે હતી!' રશ્મિએ કહ્યું.

ચન્દ્રાનનને પૂરતું માન આપી સહુએ વિદાય કર્યા અને ભેગાં થયેલાં મિત્રમૈત્રિણીઓ પણ છૂટાં પડ્યાં.

રશ્મિના મનમાં ખટક રહી ગઈ હતી. ચંદ્રાનને વિચિત્ર ઢબે કહેલી એની ટૂંકી વાર્તાની નાયિકાનું નામ કદાચ એની માતા શશીકલા જાણતી પણ હોય. તે દોડતી મા પાસે ગઈ, અને... અને... ખંડના