આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૩ર : કાંચન અને ગેરુ
 

'પણ તે તો સ્ત્રી અને પુરુષ બન્નેને માટે છે ને?' વીણાએ ગભરાઈ જવાને બદલે મને સામે પ્રશ્ન કર્યો.

'એમ? તારે છૂટાછેડા લેવા છે? મને હરકત નથી.' મેં અત્યંત ગુસ્સામાં આવી કહ્યું.

'સૂચનાની પહેલ તારી હતી. વીણાએ એટલી ઠંડકથી કહ્યું કે મારો ગુસ્સો પ્રજળી ઊઠ્યો.

‘વારુ ! એની જ વ્યવસ્થા કરવા હું જાઉં છું.' કહી હું ઊભો થયો, કપડાં પહેર્યા અને બહાર નીકળી ગયો.

સીધો હું મારા એક ઓળખીતા વકીલને ત્યાં પહોંચી ગયો. છૂટાછેડાનો કાયદો પૂરો સમજી તે પ્રમાણે અદાલતે કેવી રીતે પહોંચાય તેની મારે માહિતી તત્કાલ જોઈતી હતી. મુસ્લિમ ધોરણ અનુસાર ત્રણ વાર 'તલાક’ બોલવાથી છૂટાછેડા મળી ગયા એમ ઠરતું હોત તો હું તે ધોરણ સ્વીકારી લેત એવો ક્રોધ મને ચઢ્યો હતો.

પરંતુ કમનસીબે વકીલ ઘરમાં ન હતા. ત્રણેક કલાક માટે બહાર નીકળી ગયા હતા. કમાણી કરવી મૂકી બહાર રખડવાની વકીલોને ટેવ પડે એ મને જરા પણ ગમ્યું નહિ. વકીલના ઘરની બહાર આવી ક્યાં જવું એની મને સૂઝ પડી નહિ. બેત્રણ કલાક ક્યાં ગાળવા? છૂટાછેડાનો કાયદો સમજી વીણાને ખબર પડે એવી વ્યવસ્થા કર્યા સિવાય ઘેર ન જવું એવો મારો નિશ્ચય હતો. ઉદ્દેશહીન ડગલાં માંડતાં મેં એક સિનેમાગૃહ ઉપર 'છબીલીના છૂટાછેડા' નામના પરદેશી ચિત્રનું પાટિયું વાંચ્યું અને સેંકડો લોક ટિકિટબારી ઉપર જમા થયેલા મેં જોયા.

મારું મન રાજી થઈને બોલી ઊઠ્યું: ' છૂટાછેડાનો હિંદમાં પણ રસ વધતો જાય છે.

આમે મને ચિત્રો જોવાનો તો ઠીકઠીક શોખ હતો યૌવનને અનુકૂળ બધી જ વસ્તુઓ મને ગમતી. ત્રણ કલાક ગાળવાનું ચિત્રદર્શનમાં