આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિનેમા જોઈને : ર૩૭
 


'હા જી. બંનેએ એક સાથે કહ્યું.

'અને ધારો કે હું એ ઠરાવ ફાડી ન નાખું તો ?'

'સાહેબ ! આપ એ ઠરાવ ભરઅદાલતમાં વાંચશો તો ય અમે છૂટા પડનાર નથી.'

‘ફરી આ અદાલતમાં આવશો તો હું તમને ઊભા પણ નહિ રહેવા દઉં, હો !' ઠરાવનાં કાગળિયાં ફાડતાં ફાડતાં ખોટી ગંભીરતા પૂર્વક ન્યાયાધીશે કહ્યું. અને સહુના ખડખડાટ હાસ્ય વચ્ચે બંને પક્ષકાર પતિપત્નીના વકીલોએ યુગલને ફૂલહાર કરી પોતાનું સારી રકમનું બિલ મેળવી લેતાં ચિત્ર સમાપ્ત થયું.

ચિત્ર સમાપ્ત થતાં બરોબર અજવાળાં અજવાળાં વ્યાપી રહ્યાં. પ્રેક્ષકોના મુખ ઉપર હાસ્ય અને આનંદની રેખાઓ હજી ઊપસેલી જ હતી. અજવાળાના પ્રભાવમાં વીણાએ મારા હાથ ઉપરથી ચૂંટી ખસેડી લીધી અને મમતમાં જ તેના પગ ઉપર મૂકેલ મારો હાથ મેં પણ ખસેડી લીધો.

વીણા સામે નજર પણ કર્યા વગર હું બીજે દ્વારેથી જવા વળ્યો. પણ વીણાએ એક ઝીણી ચીસ પાડી : 'અરે ! અરે ! તારા હાથમાંથી તો લોહી નીકળે છે !'

'ખરે, ચૂંટી ખણી હતી તે સ્થાનેથી લોહી નીકળતું હતું.

'બંધ થઈ જશે... હરકત નહિં.' મેં કહ્યું અને આગળ ડગલું ભર્યું.

'મારી સાથે જ ડૉકટરને ત્યાં તારે આવવાનું છે... હાય ! કેટલું વાગ્યું ?' વીણા પોતાના રૂમાલ વડે રુધિર લૂછતાં બોલી.

મેં તેને કહ્યું નહિ કે એ રુધિર તેની ચૂંટીને પ્રભાવે જ વહી રહ્યું હતું. એકબે મિત્રોએ પૂછયું પણ ખરું, પરંતુ સહેજ વાગ્યું છે કહીને સહુની જિજ્ઞાસા મેં તૃપ્ત કરી. બહાર નીકળતાં જ વીણાએ