આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિનેમા જોઈને : ૨૩૯
 


'પણ આપણે છૂટાછેડા સુધી પહોંચી ગયાં એ ઝઘડો ગંભીર તો હશે જ ને ? મને યાદ નથી આવતું કે કઈ બાબતમાં આપણો વિરોધ...'

'ચૂંટી ફરી ખાવી છે? જો ઝઘડાની કે છૂટાછેડાની વાત પણ હવે કરી છે તો યાદ રાખજે !' વીણાએ મને ધમકાવ્યો, અને ચૂંટીની બીક બતાવી એ જુદું !

'તારે શરણે છું ! હવે કાંઈ?' કહી મેં મારા બન્ને હાથ ઊભા કર્યા, અને વીણાની આંખમાંથી આંસુની ધારા વહી રહી !

'અરે ! અરે ! મેં તને આટલું બધું વગાડ્યું ?' કહી રડતાં રડતાં વીણાએ ફરીથી મારા હાથ ઉપર પાટો બાંધ્યો.

મેં વીણાનાં આંસુ ચૂમી લીધાં એમ આ ગાંધીયુગમાં બોલાય ખરું?