આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ : ર૬૧
 


વડા મુનીમની અક્કલ ખૂલી. કદાચ કોઈ મહત્વની જાસૂસી ખબર તો આ સાધુ નહિ લાવ્યા હોય ?

‘ચીનથી આવો છો?' મુનીમે પૂછ્યું. હમણાં ચંપા અને ચીન વચ્ચે ઝઘડો ઊભો થવાનો સંભવ હતો, અને તેમાં શ્રેષ્ઠી જયંત બહુ મહત્ત્વનો ભાગ ભજવતા હતા.

‘ના જી; ભરતખંડથી આવું છું.' આનંદે કહ્યું.

જાસૂસ હોય તો મુનીમને પણ સાચી હકીકત ન જ કહે. આનંદના મુખ ઉપરની શાંતિ અને સ્મિત તેને સાચો સાધુ કે સાચો જાસૂસ બનાવવા માટે પૂરતાં હતાં. શ્રેષ્ઠીએ સાધુઓમાંથી આખી એક જાસૂસમાળા દેશ પરદેશ ઊભી કરી હતી તેની મુનીમને ખબર હતી, અને પ્રભાતથી હઠ કરી શ્રેષ્ઠીને મળવા માગતો સાધુ જરૂર કોઈ મહત્ત્વનો રાજદ્વારી જાસુસ નેતા હશે એમ એને ખાતરી થઈ.

'મહારાજ ! આપને ખબર નહિ હોય. પણ અત્યારે તો ચંપાના મહારાજા પોતે જ શ્રેષ્ઠી પાસે આવી કાંઈ ગુપ્ત ચર્ચા કરી રહ્યા છે.' મુનીમે કહ્યું.

'ચર્ચા પૂરી થવા દો. પછી ખબર આપો.' આનંદે કહ્યું.

એટલે મુનીમને ખાતરી થઈ ચૂકી કે મહત્ત્વની હકીકત કહેવા આવેલા આ સાધુને પાછા મોકલવાનું જોખમ તેમણે તો ન જ ખેડવું.

મુનીમ પાછા બેઠા અને સાધુને બેસાડ્યા. થોડીવારમાં જ છુપી ખબર આવી કે ચર્ચા કરીને મહારાજા મહેલમાં પાછા પધારી ગયા. એ જ ખબર આપનારની સાથે મુનીમે સંદેશો કહાવ્યો કે સાધુ આનંદ અત્યારે જ શ્રેષ્ઠીને મળવા માગે છે.

'સાધુ આનંદ? કોણ હશે એ ? ખ્યાલ આવતો નથી.' સુખા- સનમાં બિરાજેલા શ્રેષ્ઠી જયંતે સમાચાર આપનારને પૂછ્યું. ચંપાના મહારાજા જાતે આવી તેમની સલાહ લઈ ગયા હતા, એ મહત્ત્વની