આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : 33
 


મને ખરેખર હસવું આવતું. મેં કહ્યું : 'તમે પણ કોઈ રજપૂત કુમારકુમારીની વાત કરતા હો એમ બોલો છો ને ?'

'હવે કોઈ રજપૂત રહ્યો જ નથી, વકીલસાહેબ ! હું કંઈક રાજવીઓ અને રાજકુટુંબોને ઓળખું છું. કોઈ ગોરા કે કાળા પોલિટિકલ સાહેબનો કારકુન આવી રાજાનો કાન પકડી એને ગાદીએથી ઉઠાડી મૂકે તો આંગળી ઊંચી કરવાની કોઈનામાં તાકાત રહી નથી. વખત આવ્યે મારો બોલ યાદ કરજો.'

રાજ્યોનાં વિલીનીકરણ નિહાળી એના બોલ યાદ કરવા જેવો પ્રસંગ આવ્યો છે ખરો ! મેં બલવીરસિંહને તેની વાત આગળ ચલાવવા કહ્યું. તેને પણ વાત કહેવી જ હતી એમ લાગ્યું. તેણે કહ્યું : 'સુલતાનનો પિતા એકાએક મરી ગયો. એને કોઈએ ઝેર આપ્યું. મને ડર છે કે... અરે ખાતરી જ છે અમારા દરબારે એને ઝેર અપાવ્યું. સુલતાનની માતાને લઈને હું દરબાર પાસે ગયો. દરબાર જરા પીને બેઠા હતા. મારી પાસે સારામાં સારા કૂતરા હતા એ એમને ગમતું નહિ. કારણ, તેમને પણ કૂતરાંનો શોખ ખરો ! '

એમ કહી બલવીરસિંહે વાત આગળ ચલાવી—

'દિલગીર છું, બલવીરસિંહ; તમારો રાજા ગુજરી ગયો.' અમારા દરબારસાહેબે કહ્યું.

'ખમ્મા અમારા મહારાજાને !' હું જાણે સમજતો ન હોઉં એમ મેં જવાબ આપ્યો.

'હું તો તમારા કૂતરાની વાત કરું છું.'

'મહારાજ ! મને તો એમાં દગો દેખાય છે.'

'આ તમારી રાણી નરમ પડી ગઈ છે.' સુલતાનની માતાને હું રાણી તરીકે સંબોધતો.

'શું કરે બિચારી ? ઝૂરે છે.'

'મરી જવાની, નહિ ? સતી થશે.' દરબારે હસીને કહ્યું.

'બાપુ ! ભલે જીવે એ, હવે તો સાચી રાણીઓ પણ ક્યાં