આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : કાંચન અને ગેરુ
 

સતી થાય છે ?' મેં પણ માથામાં વાગે એવો જવાબ આપ્યો.

'મારા વનરાજ સાથે એ લડી શકે કે નહિં?' તેમના એક કૂતરાને વનરાજનું નામ તેમણે આપ્યું હતું.

‘મહારાજ ! એવી શી જરૂર છે? વનરાજ ઘાયલ થાય તો આપને ન ગમે. રાણીને વાગે તો મારો જીવ દુઃખી થાય. મરઘાં, તેતર, હાથી, મેઢાં, મલ્લ : એ બધાં ક્યાં નથી કે પાછી કૂતરાંની સાઠમારી ગોઠવીએ ? '

'રાજાઓની વાત તો તમે જાણો જ છો ! એમણે હઠ લીધી અને તેમના જબરદસ્ત વનરાજને રાણી ઉપર છોડી મૂક્યો. વકીલસાહેબ ! બધું કરવું, પણ એકે જાતની માદાને છંછેડવી નહિ. માદા એ માતા છે અને મા વિફરે ત્યારે એ ચંડી બની જાય છે. શું કહું તમને ? બરાબર દસ મિનિટ ખૂનખાર ઝપાઝપી થઈ. વનરાજ અને રાણી બન્ને ખૂબ ઘવાયાં અને છેલ્લા ધસારામાં તો રાણીએ વનરાજને પીંખી નાખ્યો. મરતે મરતે વનરાજે જાણે હાર કબૂલ કરી હોય એવો દેખાવ કર્યો અને અમારા દરબારે એકાએક ઊભા થઈ પાસે પડેલી બંદૂક વડે રાણીને વીંધી નાખી. આમ એક રાજાની બેવકૂફીમાં બે સરસ પ્રાણીઓ નાશ પામ્યાં. મારા હાથ સળવળી રહ્યા પરંતુ તે અમારા દરબાર સામે ઊપડે એમ ન હતું.

છતાં મારું ઊકળતું હૃદય મેં ઠાલવ્યું : 'બાપુ તરીકે આ મારું છેલ્લું સંબોધન આપને છે. માદા ઉપર હાથ ઉપાડનાર દરબારના રાજ્યમાં મારે અન્નપાણી હરામ છે !'

'લાંબી વાતને ટૂંકી કરું છું. હું તો એક સારો ઘોડેસ્વાર અને શિકારી હતો એટલે બીજી ઠકરાતમાં મને સ્થાન મળી ગયું. માબાપ વગરના સુલતાનને મેં ઉછેર્યો. એક રોગચાળામાં મેં મારું આખું કુટુંબ ગુમાવ્યું. સુલતાન એકલો જ મારા પ્રેમ અને મારી કાળજીનો વિષય બની ગયો. વકીલસાહેબ ! એની ખાનદાનીની શી વાત કહું? તમને પણ એનો અનુભવ થયો. એક વખત સુલતાનને