આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? : ૫૫
 

માનસિક નિર્બળતા? અશોકથી રહેવાયું નહિ. એણે પૂછ્યું : 'મા ! પ્રભુએ મને કે તને કાંઈ આપ્યું નહિ. આવી દુનિયામાં ઈશ્વર હોય જ નહિ.'

'એટલે ? '

'ઈશ્વરને માનવો એ હવે પાપ બનતું જાય છે, મા !'

‘આટલાં પાપ થાય છે. એક વધારે થવા દે, ભાઈ ! '

'ઈશ્વરની માન્યતાને લીધે જ ઘણાં પાપ થાય છે. પાપનું મૂળ ઈશ્વર છે.'

'હશે ! તને કૉલેજમાં આવું આવું ભણાવે છે?'

'કૉલેજ આવું ભણાવતી થશે ત્યારે દુનિયા વધારે સુખી હશે. આપણે ત્યાં તો કૉલેજો સરખું પ્રત્યાઘાતી માનસ બીજે ઉત્પન્ન જ થતું નથી.'

‘વારુ, '

‘વારુ નહિ; એ માન્યતા જ છોડી દે.'

'એ છોડીને હું ને તું શું કરી શકીશું ?'

`સમાજરચનાને તોડી નાખીશું. ઈશ્વરની માન્યતાને આધારે રચાયેલો સમાજ પોતાની જાતનો જ દુશ્મન છે !`

સુનંદા અશોક સામે જોઈ રહી. તેના હૃદયમાં ભણતરના કિનારે આવી ચુકેલા પુત્રના આવા બંડખોર વિચાર માટે સુખ ઊપજ્યું કે દુઃખ એ અશોકથી કળી શકાયું નહિ. પરંતુ અશોક હવે સમજવાળો બન્યો હતો, સરસ અભ્યાસી તરીકે પંકાયો હતો અને ઈશ્વર નથી એવી માન્યતાથી આગળ વધી જૂની સમાજરચનાને ધરમૂળથી ઉખેડી નવીન સર્વસામાન્ય હક્ક અને ફરજ ઉપર રચાયેલી સામ્યવાદી સમાજ રચવાનો હિમાયતી બન્યો હતો. જીવનની પળેપળ અન્યાય, અસમાનતા અને શોષણનો ભોગ બનનાર જીવંત માનવીને બંડખોર કે સમાજવાદી બન્યા વગર બીજો માર્ગ રહ્યો દેખાતો નથી. અશોકનું મોટામાં મોટું દુઃખ એ હતું કે તેના જ ઘરમાં તેની પોતાની માતા