આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને મુખા પછી કૂતરો થઈ અવતરે છે. ('વ્રતરાજ')

શાસની આવી વાતોને લ કવ્રતમાં સ્થાન નથી. હા, એક વાત છે; પણ ક-ખ ઠીની પરષોત્તમ મહિને નાહનાર એ લકડખોદ માદા પક્ષી મરીન રાજકુંવરી જ છે, ને ભોગ ભોગવનાર નરપક્ષી ઘડો (લકડખોદ) બોકડો સરજે છે. છતાં તે રિથતિમાં કમળ તેમ જ મીઠાશ મુકનાર એક તત્ત્વ લોકવ્રતોની સૃષ્ટિમાં સહજ આવી ગયું છે, બોકડો પણ રાજકુંવરીને ઘેર જ સરજાય છે. બેઉની પૂર્વજન્મની જુગલ-પ્રીતિ પણ અનામત રહે છે. સાસરે જતી એ કુમારી પોતાના પ્રારા બકરાને જોડે લઈ જાય છે. ત્યાં સાસરવાસીમાં પણ બન્નેના પરસ્પર પરિહાસ ચાલુ છેઃ

રૂમઝૂમતી રાણી મેડીએ ચડ્યા.
હા, મારા પીટ્યા !
અમે મેડીએ ચડ્યાં
તે કરકર બરકર ખાયા!

આ પરિહાસની અંદર એ મૂંગી વેદના છે. બન્નેના આત્માઓ દેહની દીવાલોની આરપાર જાણે કે મિલને શોધે છે. વાર્તાપ્રસંગ શાસ્ત્રોક્ત વ્રતોમાં ઊઠતી ભયાનકતાને લેશ પણ સ્થાન ન આપતાં કરુણતાની છાયા પાથરે છે.

પ્રાયશ્ચિત્તની ભયાનકતા

વધુ મોટો ભેદ તો બંને પ્રકારનાં વ્રતોની વચ્ચે પ્રાયશ્ચિત્તના મુદ્દા પર પડી રહે છે. વ્રતરાજ'માં લખે છે કે પ્રાયશ્ચિત્ત માટે ગરુડ તથા સ્કંદપુરાણમાં કહેલું છે: કોધથી, પ્રમાદથી વા લોભથી જો વ્રતનો ભંગ થાય તો ત્રણ દિવસ સુધી ભોજન કરવું નહિ, અથવા માથે મુંડન કરાવવું. અને લોકવ્રતમાં ફક્ત આટલું જ: “વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે'.

વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે’ એ તો જાણે કે આ દેશની આબોહવાને માટે સરળ હળવી એક ચેતવણી છે. પણ માથું મૂંડાવવાની સજા મોટા પતનની સૂચક વાત છે. વાળની કાળી કાળી વાદળઘટા, હિંગળે પૂર્યો સેંથો, ફૂલભર્યો અંબોડો, કેશગૂંથણની કલા, ફૂલો અને વેણીના શિરસાજ, એ બધાં સૂચવે છે કે સ્ત્રીઓના રસજીવનમાં, તેમ જ પુરુષોના પણ સૌંદર્ય પ્રદેશમાં એ સ્ત્રીના માથાના કેશ મુખ્યત્વે રમણ કરનારા છે. એ રસતત્ત્વનો પ્રભાવ નરનારીના જુગલજીવનમાં એટલી હદ સુધી પડ્યો હતો કે જુગલજીવનના ખંડિત થવા સાથે કેશના શણગાર જ નહિ પણ કેશ પોતે નિરર્થક બનતા.

સુંદરતા, મંગલતા અને સંસ્કારના પ્રતીક એવા કેશનું મુંડન કેટલું ભયાનક છે તે સમજ્યા પછી શાસ્ત્રીય વ્રતોનું જગત બિહામણું બની જાય છે. એ દુનિયામાં પેસનાર સ્ત્રીસમૂહ પોતાની સ્કૂર્તિ અને પ્રફુલ્લતા હરી બેસે. એ વ્રતોનું રાજ્ય કોઈ પરદેશી શાસનનું પોલીસ-રાજ જ લાગે.