આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાતના એ હાર્દને વધુ હૃદયંગમ કરનાર તો બાપડી રકાદેનાં વીતકો છે. એના નામે જ્યારે પગલે પગલે પુય પોકારાઈ રહેલ છે ત્યારે જ, તે જ પળે તેના માથા પર તો પટ પડી રહી છે. વાર્તાગ્રંથણની એ કલા છે. સંસારી સુખદુ:ખોની ખડબચડી. શિલાઓમાં થોડાંક જ ટાંકણાં મારીને આવા સ્પષ્ટ ઘાટની પ્રતિમા કંડારનાર વાર્તાકારની બુદ્ધિ નકકી કોઈ શિલ્પીની જ હશે. (“કંકાવટી'.)

શંકર-પારવતી

મેળાપ જેનો અશક્ય છે. પણ માનસિક સૃષ્ટિમાં જેને મળવું મીઠું લાગે, જેનું આ જગત પર મોજૂદ હોવું અવૈજ્ઞાનિક છતાં વાર્તાજગતે વાસ્તવિક તેમ જ સુંદર ભાસે છે, તે છે પેલાં બે જણાં : શંકર અને પારવતીજી. ખિલકોડી વહુની વાર્તામાં આપણે એ બન્નેની સાદી સંસારષ્ટિ દીઠી: માનવીની મનોવસ્થાને એમણે પોતાની જાતહાલત પરથી પારખી. પારવતીજીએ કહ્યું. આ ખિસકોલીને માનવી કરો. શંકરે પાડી ના, પારવતી માખી થઈ ને પતિની જટામાં પેઠાં, ઘડીપલમાં તો શિવજી વિજોગે ઝૂરી ઊઠયા, પારવતીજીએ પ્રકટ થઈને કહ્યું: ‘આપણે બંને એકબીજા વગર ઘડી પણ ન ચાલે, તો પછી આ બન્ને જણાંના કાયમી તલસાટોનો તો વિચાર કરો, હે સ્વામી ! આ એમની વિચાર-ચાવી. આખી વાર્તા ની જ એ પ્રાણ-ચાવી. ‘આત્મવત્ સર્વભૂતેષની લાગણી.

વાર્તામાં વ્યવહારબુદ્ધિ

એ જ બંનેને આપણે પૃથ્વી પર વિચરતાં નિહાળીએ છીએકયાંક કોઈકની ચિંતાઓ કરતાં તો ક્યાંક વળી લહેરતી સોગઠાબાજીની રમત માંડતાં. શ્રાવણિયા સોમવાર ની વાર્તા માંહેલો કંગાલ બ્રાહ્મણ એ હારજીતની રમતનો નિર્ણાયક બન્યો. દ્રવ્યની લાલચ એની ન્યાયવૃત્તિને ખાઈ ગઈ. બાહ્ય દેખાવો પરથી એણે ભૂલ ખાધી. “સાચેસાચું કહ્યું ત્યારે જ એનો સંસાર ઠેકાણે પડ્યો. ‘કંકાવટી') અહીં સત્ય બોલવું' એ ઈશ્વરી. આદેશ ન બની ગયો. જગતના વ્યવહારમાં સત્ય બોલવું એ એક સુખાકારી નિયમ છે, સલામત સાધન છે, સામાજિક શિસ્તની વસ્તુ છે.

એક જ ભયાનકતા

મૃત્યુ પછી જાતજાતનાં જન્માંતરો છે તે તો બીજી વાર્તાઓમાં નોંધાયું છે પણ મૃત્યુ પછીની છેલ્લી સુગતિએ પહોંચીએ તે પૂર્વે રસ્તામાં કેટલીક ભયાનક સ્થિતિઓ ઓળંગવી પડે છે, તેનો ચિતાર તો એક ધર્મરાજાના વ્રતની વાતમાં જ પડે છે. સ્વર્ગ અને નરક આ લોકવ્રતોની દુનિયામાં અહીં એક જ વાર દેખા દે છે. પૌરાણિક દૃષ્ટિનો આ જરી જેટલો જ પાસ અહીં લોકદષ્ટિને લાગવા પામ્યો છે. તેમ છતાં એ વ્રતની અંદર આવતી ભયાનક ચિતાર સાવ સરળ બની ગયો નથી ભાસતો? ('કંકાવટી'.)