આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્તબ્ધ બનીએ કે કીડીનો બચાવ શી રીતે થઈ શકશે ? ત્યાં તો રન્નાદેના પોતાના જ લલાટના ચાંદલામાંથી ચોખાનો એક દાણો ડાબલીમાં ખરીને કીડી, જોડે પુરા હોય છે તે ખાતી ખાતી કીડી, સાંજે ડાબલી ઊઘડતાં. સૂર્યદેવની સત્યતાનું ને રન્નાદેની ભોંઠામણનું કારણ બને છે! આ ઘટનાને કોઈ શાસ્ત્રોક્ત વતની કથા ન જ સરજાવી શકે, કારણ કે એવું સર્જનકાર્ય બારીક કલાને માગી લે છે. એવી કલા આપણા લોકવાર્તાકારોમાં હતી.

કેટલીક ચાવીઓ

શબ્દચિત્રો વતોની વાર્તાકલામાં કેટલાંક શબ્દચિત્રોની રચના સાવ જ અનોખી છેઃ

આઠ માસ નવ માસ
નવમે માસે દુખવા આવ્યું
બેન રે. બાઈ રે.
શું કરું, શું નહિ?
ખાંધણિયામાં માથું ઘાલ્યું
કોઠી વચાળે પગ ઘાલ્યા.

એક નવપરિણીત વ્રતિનીના પ્રસવની પીડા આટલી નિરાધારી બીજા કયા બોલ આલેખી શકે? ને પછી તરત જ પ્રસવ થવાનો આનંદ આલેખેલો જોઈએ:

રાણીને છોકરો આવ્યે
રાજાની આંખમાં ફૂલના દડા પડ્યા.
ઘીના દીવા રાણા થયા.

આ શૈલી ઉમરેઠ (ચરોતર) બાજુના ગુજરાતની તળપદી છે. ગુજરાતના લોકસાહિત્યનું સંશોધન કરવા લલચાવે તેવા આ પ્રયોગો છે. એ જ વાતમાં દુખિયારી મા અને અજ્ઞાન બાળકના મિલનનો પ્રસંગ આવો છે:

એ તો જમવા આવી ને
ઉકરડાની ટોચે બેઠી
છોકરો પીરસતો માની ઘાલે આવ્યો
કાપડાની કસ ટૂટી
છઠ્ઠીનાં ધાવણ છૂટ્યાં.

આવી ખૂબીઓ કંકાવટીમાં છલોછલ પડી છે. વ્રતસાહિત્યનો પ્રદેશ પૂરેપૂરો સમજવા તેમ જ માણવા માટે બંને મંડળનું વાચન કરવાથી ઘણી મદદ થશે.

કેટલીક ચાવીઓ

ઘણીવાર લોકસાહિત્ય દ્વારા તે વેળાનો સમાજ સમજવામાં કેટલીક અધૂરી ચાવીઓ લગાવાય છે. દાખલા તરીકે લોકવતોમાં “રાજા” શબ્દ આવે છે. આખો પ્રસંગ નિહાળવાથી સૂઝ પડશે કે લોકવ્રતોમાં આલેખાયેલો સમાજરચનાનો રાજા એટલે સાધારણ કોઈ