આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૨ )

રાજ્યમાં બંધાવા માંડ્યો હતો તે અલ્તમશ પાદશાહના રાજ્યમાં પુરો થયો. તે ઘણો જ શોભીતો છે; તેનો આકાર મિનારા જેવો છે તથા તે ઉપર રવેશો છે તેમાં ઘણી જ બારીક નકશી કોતરેલી છે. તે ૧૨૧ સુતારી ગજ ઉંચો છે. એક વાર ધરતીકંપ થયાથી તેનો કેટલોક ભાગ પડી ગયલો છે, તોપણ તેના જેટલો ઉંચો મિનારો દુનિયામાં બીજો કોઈ નથી. તેની પાસે એક અધુરી મસજિદ છે, તે તેની બાંધણી તથા શોભામાં હિન્દુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઉતરતી નથી. તે ઉપર લેખ કોતરેલા છે તે ઉપરથી જણાય છે કે તે શાહબુદ્દીન ઘોરીના રાજ્યમાં બંધાવવા માંડી હતી. એ મસજિદની પડોસમાં કાળિકાનું દહેરૂં હતું. તેનું કદ નાનું હતુ તથા બહારથી કાંઇ શોભાયમાન ન હતું, પણ તેનો પરતો એટલો હતો કે તે દહાડે ત્યાં આખા દિલ્હી શહેર તથા પડોસના ૪૦ અથવા ૫૦ કોશ સુધીનાં ગામો તથા શેહેરોથી હિન્દુ લોકો દર્શન કરવા આવ્યા હતા. જુદી જુદી જાતના જુદા જુદા પહેરવેશ તથા રંગબેરંગી પાઘડીઓથી તમાશો ઘણો સુંદર લાગતો હતો; પણ ત્યાં લોકોની ભીડ સિવાય બીજું પણ કેટલુંક જોવા લાયક હતું.

કાળિકા દેવીનું રૂપ ઘણું ઉગ્ર તથા બીહામણું હોય છે. અને તેને પ્રાણનાં બલિદાન આપવામાં આવે છે. તેને રક્તપાનમાં ઘણો આનંદ લાગે છે તેથી તેની યાત્રાઓમાં ઘણાં નિર્દય કામો થતાં જોવામાં આવે છે. આ વખતે દેવીના મંદિર આગળ ઘણાએક ભક્તો એકઠા થયા હતા, તેઓમાંથી કેટલાએક પોતાની જીભમાં પાળી ખોસતા હતા. બીજે ઠેકાણે ઝીણા અણીદાર ખીલાઓને તેઓની અણી ઉપર રાખીને ભોંયમાં એવા પાસેપાસે દાટેલા હતા કે તેનું એક બીછાનું થઈ રહ્યું હતું, તે ઉપર એક પાલખ બાંધેલી હતી તે ઉપરથી કેટલાએક નીચે ખીલાઓની શય્યા ઉપર પડતા હતા. કેટલાએક પોતાની કુખમાં લોઢાની કડી ઘાલીને તેમાં એક દોરડું બાંધીને એક ઝુલતા લાકડાના કટકા સાથે લટકતા હતા. અને કેટલીએક વાર સુધી તેઓ ચક્કર ખાતા હતા, બીજા કેટલાએક ફુલના પુષ્કળ હાર ઘાલીને તથા