આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૪ )

હોય તો તેને જોડે લેવી. તેણે પોતાની સાથે પોતાના ઘરનો અગ્નિ તથા હોમ કરવાનો સઘળો સામાન લેવો; અને વનમાં જઈને પોતાની જ્ઞાન તથા કર્મેન્દ્રિયો ઉપર અખતિયાર રાખી રહેવું. ઋષિઓ જે ખાતા તે કંદ, મૂળ, ફળ, ઈત્યાદિ પવિત્ર વસ્તુઓ તેણે ખાવી. તેણે કાળા હરણનું ચામડું અથવા છાલનું વસ્ત્ર પહેરવું, સાંજ સવાર સ્નાન કરવું, માથા તથા દાઢીના નિમાળા વધારવા, અને નખ મોટા થવા દેવા, જે તેને ખાવાનું મળે તેમાંથી દાન વગેરે કરવું, તથા તેના આશ્રમમાં જેઓ આવે તેઓનો સત્કાર કરી તેને કંદ, મૂળ, ફળ, પાણી આપવાં. તેણે હમેશાં વેદાભ્યાસ કરવો. ગમે તેવી વિપત્તિ આવી પડે તો પણ ધૈર્ય રાખી પરોપકાર કરવો; પરબ્રહ્મ ઉપર મન સ્થિર રાખવું, નિરંતર દાન આપ્યાં કરવું, પણ કાંઈ દાન લેવું નહીં; અને સઘળા જીવવાળા પદાર્થો ઉપર દયા રાખવી. ભોંય ઉપર તેણે આખો દિવસ લપસ્યાં કરવું, અથવા પગની એક આંગળી ઉપર ઉભા રહેવું, અથવા ઉઠ બેસ કર્યા કરવી. સૂર્યોદયની વખતે, બપોરે, તથા સૂર્યાસ્ત થતી વેળા તેણે સ્નાન કરવા જવું; ઉનાળામાં તેણે પંચાગ્નિ વચ્ચે બેસવું, એટલે ચાર અગ્નિ આસપાસ સળગાવવા, ને પાંચમો અગ્નિ માથે સૂર્ય તે સઘળાનો તાપ સહન કરવો. વરસાદના દહાડામાં જ્યારે ભારે ઝાપટાં આવતાં હોય ત્યારે એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદમાં ઉભા રહેવું. શિયાળામાં તેણે હવાયલાં વસ્ત્ર પહેરવાં અને ધીમે ધીમે દેહકષ્ટમાં વધારો કર્યા કરવો. પછી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના પવિત્ર અગ્નિને રાખ્યા પછી બીજો દેવતા સળગાવ્યા વિના મૌનવ્રત લઈને રહેવું, અને કંદ, મૂળ ખાવાં; અથવા સંન્યાસીએ પત્રાવળીમાં, હાથમાં, અથવા તુમડીમાં શેહેરમાંથી ખાવાનું લઈ આવવું, અને તેમાંથી આઠ કોળિયા માત્ર ખાવા જે બ્રાહ્મણ વનવાસ કરે તેણે આ તથા એવા બીજા નિયમો પાળવા. પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાને તેણે ઉપનિષદોનો અભ્યાસ કરવો. એ પ્રમાણે તેના આવરદાના ત્રીજા ભાગમાં વનમાં રહી ધર્મનાં કૃત્યો કીધા પછી ચોથા ભાગમાં તેણે સંન્યાસી થવું. તેણે સઘળું