આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૫ )

સંસારી સુખ ત્યાગ કરવું, અને પરબ્રહ્મ ઉપર વિશ્વાસ રાખી મોત પણ માગવું નહી, અને આવરદા પણ ઇચ્છવું નહી. જેમ ચાકર પેાતાનો પગાર લેવાનો મહીનો પુરો થવાની રાહ જોય છે તેમ તેણે તેના નિયમિત વખતને માટે વાટ જોઈ બેસવું.”

“હવે સંન્યાસી થવાની વિધિ નીચે પ્રમાણે છે. પેહેલાં તો એક સારો દહાડો શોધી કાઢવો, અને તે દહાડે તેણે સ્નાન કરવું, અને એક લુગડાના દશ કકડા ભગવા રંગીને તેઓને સાથે લઈ મુકરર કીધેલી જગ્યાએ જવું. એ દશ કકડામાંથી ચાર પોતાના ખપને વાસ્તે રાખવા, અને છ ક્રિયા કરાવનાર બ્રાહ્મણોને વહેંચી આપવા. સંન્યાસીએ બીજા સામાનમાં એક તો સાત ગાંડાવાળો વાંસનો દંડ, બીજી તુમડી, ત્રીજું હરણનું ચામડું, ચોથું રૂપા તથા તાંબા નાણું, ફુલ, રાતા રંગેલા ચોખા, ચંદન ઇત્યાદિ રાખવાં. પછી એક ઘણો જ બદ સ્વાદ રસ તૈયાર કરીને તેને આપવામાં આવે છે તે ઇંદ્રિયોનું સુખ હવે ત્યાગ કીધું એમ જણાવવાને પેલા સંન્યાસીએ પી જવો. પછી ગુરૂ તેના કાનમાં મંત્ર ભણે છે; તથા સંન્યસ્ત લીધા પછી શું શું કરવું તે તેને સમજાવે છે. પછી તે ભગવાં વસ્ત્ર પહેરે છે. ન્યાતજાતનો ત્યાગ કીધો તે જણાવવાને તેનું જનોઈ તોડી નાંખે છે, અને ચોટલી બોડાવે છે. સઘળી ક્રિયા થઈ રહ્યા પછી દંડ, તુમડી તથા હરણનું ચામડું લે છે, અને તુમડીમાંથી ત્રણ આચમન મંત્ર ભણીને પીએ છે એટલે તે સંન્યાસી થયો એમ ગણાય છે; પછી તેને સંસાર સાથે કાંઈ સંબંધ રેહેતો નથી. સંન્યાસીએ હરેક સવારે સ્નાન કીધા પછી આખા શરીર ઉપર ભસ્મનો લેપ કરવો, દહાડામાં એક વાર ખાવું, પાનસોપારી ખાવાં નહીં, બઈરાં તરફ દૃષ્ટિ પણ કરવી નહીં, હરેક મહીને દાઢી, મુછ તથા માથું બોડાવવું, પાવડી પેહેરવી, જયારે બહાર ફરવા નીકળે ત્યારે તેણે હાથમાં સાત ગાંઠોનો દંડ પકડવો, બીજા હાથમાં તુમડી લેવી, અને બગલમાં હરણનું ચામડું ઘાલવું. તુમડીમાં પાણી ભરાય અને ચામડું આસનને ઠેકાણે કામ આવે. તેણે ભિક્ષા માગી પેટ ભરવું, કારણ ભિક્ષા માગવાનો તેને અધિકાર છે. જો સંન્યાસી પાસે દ્રવ્ય એકઠું થાય તો તેણે દાન કરી દેવું, અથવા તે વડે ધર્મશાળા,