આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૯ )

વાસ્તે જ સર્જાયેલી છે, તે વસ્તુઓનો ઉપયોગ ન કરતાં દુનિયામાં જેવા આવ્યા તેવા જવું, અને આપણે થઈ ગયા તેની એક પણ નિશાની પાછળ રહેવા ન દેવી? માણસના મનના વિકારો તથા વૃત્તિઓ તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે દુનિયામાં આપણા મનુષ્ય જાતિના ભાઈઓ એકઠા રહેવાને ઉત્પન્ન થયલા હોઈએ એમ લાગે છે, તે છતાં જો આપણે એકાંત વનવાસ કરીએ તો દયા, ક્ષમા આદિ આપણા સારા ગુણોનું શું કામ પડે? એ સઘળા ઉપરથી સહેજ અનુમાન થાય છે કે માણસે દુનિયામાં રહીને જે દુ:ખ પડે તે ધૈર્યતાથી સહન કરવું, અને જેમ મધમાખી બધાં કુલોમાંથી મધ ચુસી લે છે તેમ આપણે સઘળા પદાર્થોમાંથી સુખ ખેંચી કાઢવું, દેહકષ્ટ શા માટે કરવું? હવે માણસ જેનામાં ઈશ્વરે વિવેકબુદ્ધિ મુકેલી છે, તેથી જે કાર્ય તે કરે છે તેમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે આ દેહ દમવાનું પણ કાંઈ કારણ હશે. અગર જો સૃષ્ટિની ખુબી આંખવડે જણાય છે, ચંપા, ચંબેલી, મોગરો, વગેરે ખુશબોદાર ફુલોનો સુવાસ ઘ્રાણેન્દ્રિયથી માલમ પડે છે; અગર જે રસેંદ્રિયથી જ ખટરસનો સ્વાદ સમજાય છે; ટુંકામાં માણસને સુખ થાય એવી જ આ જગતની રચના કીધેલી છે. તો પણ એ ઇંદ્રિયો આપણને હમેશાં તાબે રહેતી નથી. જો તેઓને આપણે જીતીશું નહી તો તેઓ આપણને જીતશે ઈંદ્રિયો વડે જેટલું સુખ થાય છે તેટલું જ દુ:ખ પણ થાય છે. અને એટલા દુ:ખથી કાંઈ બસ થતું નથી. એ ઇંદ્રિયોના જો આપણે ગુલામ થયા તો આપણે પશુ સમાન થઈ જઈએ છીએ, અને ખરું ખોટું સમજવાની તથા પરમેશ્વરને ઓળખવાની જે શક્તિ એકલા મનુષ્યને જ બક્ષેલી છે તેનો ખેાટો ઉપયોગ કરીએ છીએ. આંખવડે કેટલાએકની ઈશ્વર ઉપરની ભક્તિ દૃઢ થાય છે, ત્યારે ઘણા તો તે વડે દુષ્ટ અને અધમ કર્મો કરે છે, અને કારીગરીની શોભા તથા ચતુરાઈ જોવામાં ગરક થઈ કારીગરની શક્તિ તથા ડહાપણ જોવું ભુલી જાય છે, અથવા કારીગરીમાં ખામી કાઢી કારીગર છે જ નહી એમ કહે છે અથવા છે તો તેનો ઈનસાફ, દયા, ડહાપણ, ચતુરાઈ તથા સારાપણામાં ખામી છે એવો મત ચલાવે છે. એવા ભયાનક ખાડામાં પડતાં બચવાને જ, કેટલાએક ભક્તએ પોતાની આંખ પોતાને હાથે ફેાડી