આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૧ )

હતી તે જ હતો; અને તે આ વખતે તથા આ જગાએ શા માટે આવ્યો હતો, તેની અટકળ પણ થઈ શકશે. આસપાસના દેખાવથી જરા પણ ડર ખાધા વિના જાણે ધોળે દિવસે પાટણના રસ્તા ઉપર તે ફરતો હોય એમ બેધડક તથા વગર બીહીકે ચાલતો હતો, અને કોઇ વસ્તુ શોધતો હોય એમ લાગતું હતું. કેટલીક વાર ચાલ્યા પછી તે એક જગાએ અટક્યો, અને ત્યાં ઉભો રહી પોતાની પાસે એક નરાજ હતી તે વડે ત્યાં ખોદવા લાગ્યો. આશરે એક ઘડી સુધી ઘણા જોરથી ખેાદ્યા પછી તે અટક્યો; નરાજ જમીન ઉપર મૂકી દીધી, અને પોતાના ધોતિયા વડે મ્હોડા ઉપર પરસેવાનાં મોટાં મોટાં ટીપાં બાઝ્યાં હતાં તે લુછી નાંખ્યાં. તેણે કમર તાણીને બાંધી, અને તે ખાડામાં નીચે ઉતરવા જાય છે એટલે એક ચીસ અને પાણીમાં મોટો ધબાકો તેણે સાંભળ્યો. તે જ વખતે તે ત્યાંથી છલંગ મારી દશ કદમ પાછળ પડ્યો, અને ભયથી થરથર ધ્રુજવા લાગ્યો. તે આ વખતે એક ક્ષણ વાર પણ ભયને વશ થયો ખરો, તોપણ તે છેક હિમત હાર્યો નહી. તે લાગલો જ કિનારા ઉપર ગયો, અને ત્યાં જુએ છે તો એક સુસવાટ એક કુતરાને પકડી પાણીમાં ઘસડતી તેની નજરે પડી, કુતરાએ બહાર નીકળવાને ઘણાયે પછાડા માર્યા, પણ પાણીમાં તેનું જોર ચાલ્યું નહી, અને તેનો શત્રુ પોતાની મીનમાં હતો તેથી થોડી વારમાં તે બિચારો પાણીમાં ગરક થઇ ગયો. આ બનાવ જોઈ તેને પાછી ધીરજ આવી, અને તે ફરીથી ખાડા આગળ ગયો. નીચે ઉતરીને તે એક મુડદું લઇ બહાર આવ્યો, પણ તે મુડદું કેવી સ્થિતિમાં હતું ? તેમાંથી ઘણું ખરૂં માંસ ખવાઈ ગયું હતું, બધે મોટા મેાટા કીડા ખદબદતા હતા; આંખની જગાએ બે મોટા ખાડા પડી ગયા હતા; નાક અર્ધું ખવાઈ ગયું હતું; ખોપરી બહાર નીકળેલી હતી; માંસના લોચામાંથી ઘણી જ દુર્ગધ નીકળતી હતી, તથા શરીરનાં સઘળાં હાડકાં ઉઘાડાં જણાતાં હતાં. તે મુડદા ઉપરના કીડા તેના શરીરને વળગ્યા, અને વિજળીના અજવાળાથી જ્યારે તેણે તે બીહામણું પ્રેત જોયું ત્યારે તુરત તે તેના હાથમાંથી પડી ગયું. પોતાના શરીરમાં સળવળાટ થઈ રહ્યો હતો, તે ઉપરથી મુડદાના કીડા તેનાં