આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૩ )

ગુજરાત જીત્યા પછી ત્યાંના સઘળા લોકોની પાસે બર હક્ક મનાવવાને એટલા તો આતુર હતા કે તેઓ રાત દહાડો પરમેશ્વરની પ્રાર્થના કર્યા કરતા કે તે સર્વ શક્તિમાન આ કાફર દેશને પાકદીનવાળાના હાથમાં આપે, તેઓના મનનો અંધકાર દૂર કરે, અને તેમાં મુસલમાની ધર્મનું તેજસ્વી કિરણ પ્રકટ કરે, તથા સઘળી મૂર્તિઓ, અને લોકોને અલ્લાતાલાથી દૂર કરવાને સેતાને જે જે તદબીર કીધેલી છે તે સઘળી પાયમાલ થઈ જાય. તેઓના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે આ ઉંચી તથા ઉમદા મતલબ પાર પાડવાને જ માટે પરમેશ્વર આપણને ફતેહ આપશે, તથા કાફર લોકોનું જોર તોડી પાડશે, પણ લશ્કરમાં સઘળા લોકો એવા ન હતા. ઘણાએક તો ઘેર ભૂખે મરતા હતા, અને પૈસા લુંટવાના હેતુથી જ તેઓ પોતાનાં બઈરાં છોકરાંને છોડીને આટલે દૂર પોતાનો જાન જોખમમાં નાંખી આવ્યા હતા. તેઓનો વિચાર પૈસા ઉપર જ હતો. રાત્રે તેઓ સુતા ત્યારે સ્વપ્નામાં ગુજરાતના રાજા, વ્યાપારી, તથા બીજા લોકોની અગણિત દોલત તેઓના જોવામાં આવતી. અને સોના, રૂપા, મોતી, તથા જવાહેરના ઢગલામાં તેઓ પોતાના હાથ ઘાલી જેટલું જોઈએ તેટલું તેમાંથી લીધા પછી પાછા દેશ જઈને મોટી હવેલીઓ બાંધવામાં, ગુલામો વેચાતા લેવામાં, ઝનાનામાં ઘણો વધારો કરવામાં, તથા બીજી રસાયત ભોગવવામાં સઘળી દોલત ખરચીશું, એમ તેઓ ઉંઘમાં પણ વિચાર ક૨તા હતા.

ઉપર થયલી સઘળી વાત ઉપર વિચાર કરતો ઘણી ઉદાસ વૃત્તિમાં માધવ પોતાના તંબુ ઉપર જતો હતો. તેણે ત્યાં જઈ સુવાને ઘણાં ફાંફાં માર્યા, પણ નિદ્રા દેવીએ તેના ઉપર મેહેરબાની કીધી નહી. તે બિછાના ઉપર પછાડા મારવા લાગ્યો, અને તેની આખી જીન્દગીનું ચિત્ર એક તખ્તા ઉપર ચીતરાઈને તેની આંખ આગળ આવ્યું, તેને પોતાનાં માબાપ યાદ આવ્યાં, તેની નાનપણની રમત તથા સોબતીઓ અાંખ આગળ આવ્યા; તેની જુવાની થતાં જે જે ઉમેદ તેના મનમાં આવી હતી, તથા જે જે શેખશલ્લીના વિચાર તેણે કીધા હતા તે સઘળા એક પછી એક તેના સ્મરણસ્થાનમાંથી નીકળતા